ધ્યાનથી બુધ્ધિમત્તા વધે છે

જો  તમે તમારા જીવનને સરખી રીતે જોશો તો ઘણી વખત એવી ક્ષણો આવેલી જણાશે  કે જ્યારે કોઈએ કહ્યું હોય  છે કે  'તમારામાં ઘણી બુધ્ધિશક્તિ છે. ' 'તમે હોંશિયાર છો ', 'તમે ઘણા બુધ્ધીશાળી છો.' આવી ક્ષણો તમારામાં ખૂબ અભિમાન, પ્રશંસા અને આત્મવિશ્વાસ વધારનારી નિવડી હોય છે. શું એવું વારંવાર થાય તેવું તમે નથી ઈચ્છતા? તમે તમારી રોજબરોજની પ્રવૃત્તિઓમાં વધુ દક્ષતા સાથે, બુધ્ધીશાળી તરીકે અને આકાશમાંના બહુ બધા તારાઓની વચ્ચે એક ચંદ્ર તરીકે દેખાતા હોવ એવું જોવા માંગો છો? આપણને બધાંને ખાતરી છે કે આપણે એવું  જ વિચારીએ છીએ. પોતાનામાં આવો સરસ  સુધારો લાવવા માટે ખરેખર સાવ ટૂંકો એક માર્ગ છે.... અને તે છે  નિયમિત ધ્યાન.

#1 – એક શુધ્ધ પારદર્શક મન

આપણું મન એ  આપણાં ભૂતકાળના વિચારો અને અનુભવો, ભવિષ્યની અપેક્ષાઓ અને વર્તમાનની  ક્રિયા પ્રતિક્રિયાઓનુ દર્પણ છે. મનને અસરકારક અને સતત વ્યસ્ત રાખવું એ માથાના દુ:ખાવા જેવું દુષ્કર છે. ધ્યાન આવી બધી માથાકૂટમાંથી છુટકારો અપાવવામાં મદદ કરે છે. એ  સ્ત્રોત સાથે જોડાવામાં અને સહજ રહેવામાં તમને મદદ કરે છે. ધ્યાન એ  ખુબજ સરળ માનસિક સ્વચ્છતા  છે: જે નકારાત્મક વિચારોનો કચરો સાફ કરવામાં, તમારી પ્રતિભાઓને નિખારવામાં અને તમારી જાત સાથે તમને જોડી રાખવામાં મદદરુપ થાય છે.  નિયમિત ધ્યાનના પરિણામે, તમને વિચારોનો બોજો ઓછો થતો લાગશે અને તમે વસ્તુઓને મોટા દ્રષ્ટિકોણથી જોતાં થઇ જશો. જ્યારે તમે મનથી સ્પષ્ટ હોવ છો  અને મનની આડીઅવળી વૃતિઓની ચુંગાલમાંથી છુટી ગયા હોવ છો ત્યારે મનને પરિસ્થિતિઓ સાથે યોગ્ય રીતે જોડવું અને જે કંઇ જરૂરી છે તેના માટે મોટો દ્રષ્ટિકોણ રાખવાનું કામ તમારા માટે ખુબ જ સરળ બની જાય છે,. ધ્યાન તમારા વિચારોની ગુણવત્તા સુધારવામાં મદદ કરે છે.

#2 – ધ્યાન અને એકાગ્રતા

આપણને  બધાંને ક્યારેક લાગે છે કે આપણાં શરીરમાં અમર્યાદિત ઉર્જાનો શક્તિશાળી સ્ત્રોત છે. આપણને  ખબર છે કે આપણી અંદર ખૂબ જ તાકાત છે જે અદ્વિતિય છે. આપણે એનો જેટલો અનુભવ કરતા જઇશું તેટલા આપણે વધુ શક્તિશાળી બનતા જઇશું. ધ્યાન તમારો પોતાની જાત સાથેનો સંબંધ સુદ્રઢપણે પ્રસ્થાપિત કરે છે. તે અંદરની શાંતી અને સ્થિરતા જાળવવામાં મદદ કરે છે અને તમારા મનને એક અડગ મિલકત બનાવે છે. નિયમિત ધ્યાન તમારા મનને તીક્ષ્ણ  રાખવામાં મદદ કરે છે. મનને હળવું રાખવામાં અને  તમારા કાર્યને સારી રીતે પરિપૂર્ણ કરવા માટે તે તમને કેન્દ્રિત રાખે છે.  તમારા જીવનની ગુણવત્તા નો આધાર તમારી મનની ગુણવત્તા પર છે.
શ્રી શ્રી રવિશંકરજી કહે છે, - " ધ્યાન કરવાથી આપણે આ વિશ્વમાં શું થાય છે તે નિયંત્રિત કરી શકતા નથી પણ આપણા વિચારોની ગુણવત્તા બદલી શકીએ  છીએ. "

#3 – એક અંતઃ પ્રજ્ઞાવાળુ મન

આદર્શ સંવાદિતાની અમુક ક્ષણોમાં, એક અવાજ છે જે આપણી અંદરથી અનન્ય વિચારો, યોજનાઓ અને અભિપ્રાયો ઊભા કરે છે. તે આપણા દ્રષ્ટીકોણને ચમકાવે છે અને સમજ ને ખીલવે છે. તે વિસ્તૃત અને સરળ છે ક જ સમયે. વિચારો સાચાજ આવે છે તમારા ઊદરમાથી તમને લાગશે કે તમારી હિંમત જ બધી વાતો કરી રહી છે. અંતઃપ્રજ્ઞા જે હિંમતની લાગણી તરીકે ઓળખાય છે તે માનવજાત માટે  આશીર્વાદરુપ છે. સંશોધન કહે છે કે ઍક અંતઃ પ્રજ્ઞાવાળુ મન તમને વધારે વિચારશીલ, તીક્ષ્ણ અને ચતુર બનાવે છે. ધ્યાન અંતઃ પ્રજ્ઞા માટે ઍવુ જ છે જેવુ કે વિટામિન એ  માટે ગાજર. વધુ સરળતાથી વિચારવામા અને પોતાની સાથે વધુ સંપર્કમા રહેવા માટે તે તમારી ક્ષમતાને વધારી દે છે .

સારા ડબ્લ્યૂ લેજ઼ર અને રાષ્ટ્રીય  સ્વાસ્થ્ય સંસ્થાની ટીમ, યૂ. ઍસ. ઍ., સંશોધન કર્યુ છે કે ધ્યાન મગજની બહારના રાખોડીયા રંગની જાડાઈ વધારવામા મદદ કરે છે, જે તમારી કેન્દ્રિતતા વધારવામાં મદદ કરે છે. બીજુ સંશોધન અલિન લૂડર   ધ્વારા , કહે છે કે, ધ્યાન ગ્રે મૅટર ને વધારવામા મદદ કરે છે જે વિચારવાની ક્ષમતાનો મહત્વનો સ્ત્રોત છે.

 

#4 – સર્જનાત્મકતાનો વિસ્ફોટ

તમે અવલોકન કર્યુ છે જ્યારે સર્જ નાત્મકતાનો વિસ્ફોટ થાય છે ત્યારે? જ્યારે તળાવની પાસે ચાલતા, સ્નાનની મધ્યમાં, પદયાત્રા કરતી વખતે અથવા જ્યારે તમે તમારા આઈપોડ પર સુંદર સંગીત સાંભળતા હોય ત્યારે  સર્જ નાત્મકતાની યુક્તિ ખરેખર તો તમે જ્યારે નિયંત્રણ છોડી દો છો તેમા જ છે, પ્રયત્નહીનતામા,  હળવાશમા છે.  નિયંત્રણ થક્વે છે. મગજ જ્યારે છબી ઊભી કરે છે ત્યારે સંશોધન કહે છે કે તે ખાલી શક્તિવર્ધક નથી પણ યાદશક્તિમા પણ વધારો કરે છે અને સરળ બૌધિક સમજ તરફ દોરી જાય છે.
ઍમ્મા સેપ્પલા ઍક વિખ્યાત વિજ્ઞાની અને સંશોધક  સ્ટૅન્ફર્ડ યૂનિવર્સિટી  કહે છે -"તમે જેટલા સૃજનાત્મક  છો,  ઍટલાજ અનન્ય અને અનિવાર્ય કામ પર હોવ છો. ધ્યાન તમને હળવા રહેવામા મદદ કરે છે અને સૃજનાત્મક બનાવે છે.

#5 – મધ્યમ માર્ગ

એક સારી રીતે રંધાયેલો પીઝા જે તમારી શેરીના નાકે મળે છે જેમાં બરાબર બ્રેડ છે, બરાબર સમારેલા શાકભાજી છે, સ્વાદિષ્ટ ચીઝ અને સૉસ, ઑરેગાનો અને ચિલી ફ્લૅક્સ સાથે તમે મજા માણો છો. અનન્ય અને સમજણભર્યા વિચારો પણ એવા જ છે. તેમને સંતુલિત કરવાની જરૂર છે. તેની પોતાની અલગ શૈલી હોય છે. ધ્યાન તમને એ  શૈલી ને ઓળખવામાં અને સમતુલા જાળવવામાં મદદ કરે છે. તે ડાબી બાજુના અને જમણી બાજુના મગજમાં બરાબર સમતુલન જાળવે છે. તેથી તે સારી ભાવનાઓ, વિશ્વાસપાત્રતા, તર્ક અને વિશ્લેષણ જે તમને સાચુ  જ નહી પણ સારુ વિચારવા માટે  પ્રેરિત કરે છે. પ્રકાશ કહે છે.  "હું ત્રણ વર્ષ પહેલાં ધ્યાનથી પરિચિત થયો, હું ત્યારથી નિયમિત ધ્યાન કરું છુ. હું વ્યવસાયે  ડિઝાઈનર છું. અમારા વ્યવસાયમાં ગળાકાપ સ્પર્ધા સાથે,  તમારે પોતાની જાતને રોજ પુન:નિર્મીત  કરવી પડે છે અને સમયની ગતિ સાથે રહેવું પડે છે ત્યારે  ધ્યાન મને ધીરજ રાખવામાં અને ગ્રાહકોની અપેક્ષાઓ પુરી કરવામાં મદદ કરે છે. "