દુનિયામાં ગમે તે ચાલી રહ્યું હોય કે ગમે તે ઋતુ હોય પરંતુ પ્રેમ એ ચર્ચા માટે ગરમાગરમ વિષય રહે છે.તમે પ્રેમને કેવી રીતે જાણી શકો છો?
પ્રેમના લક્ષણો આ પ્રમાણે છે
- જયારે તમે કોઈને પ્રેમ કરો છો ત્યારે તેનામાં તમને કોઈ ખામી દેખાતી નથી.જો તમને તેમનો કોઈ દોષ દેખાય તો તમે તેને કોઈ પણ રીતે યોગ્ય સાબિત કરો છો—“દરેક વ્યકિત આવું કરે છે,આ તો સામાન્ય છે.
- તમને એવું લાગે છે કે તમે એમના માટે પૂરતું કરતા નથી,અને તમે જેટલું વધારે કરો છો તેટલું વધારે કરવાનું તમને મન થાય છે.એ લોકો હંમેશા તમારા મનમાં રહે છે.
- સામાન્ય બાબતો વિશિષ્ટ બની જાય છે.નાનું બાળક દાદી સામે આંખ મીચકારે તે એક વિશિષ્ટ ઘટના બની જાય છે.
- તેઓ માત્ર તમારા જ બની રહે એવું તમે ઈચ્છો છો.
- તમને નાની નાની વાતોમાં પણ ખરાબ લાગે છે.
- જ્યારે તમે કોઈને પ્રેમ કરો છો ત્યારે તેમને હંમેશા ખુશ જોવા માંગો છો,અને તેમને શ્રેષ્ઠ મળે એવું તમે ઈચ્છો છો.કોઈની પાસે જે ના હોય તે મળે એવી તમે શુભેચ્છા પાઠવો છો, બરોબર?જયારે તમે કહો છો,”શ્રેષ્ઠ થાવ(Best wishes)”,એટલે તમારા કહ્યાનો એ અર્થ થાય કે તેઓ શ્રેષ્ઠ નથી.હવે હું તમને જાણવું કે ‘અત્યારે’,’આ ક્ષણ’ શ્રેષ્ઠ છે.જો તમને આ સમજાય તો જ આવતીકાલ વધારે સારી બનશે.