“સુખી લગ્ન” હોય તેવી દરેક ની ઈચ્છા હોય જ છે પરંતુ શું લગ્ન ખરેખર ખુશ અને આંનંદિત રહે છે?
તમારા લગ્ન ને વર્ષો થઈ ગયા હોય કે ભલે પછી હમણાં જ લગ્ન થયા હોય, એક સુખી દામ્પત્ય જીવન માટે આ રહ્યા 10 વ્યવહારિક ટિપ્સ કે જે તમને કાયમ ખુશાલ લગ્ન જીવન જીવવા માટે મદદ રૂપ બનશે.
1. યાદ રાખો લગ્ન એ સાથે ચાલવાની વચનબદ્ધતા છે
લગ્ન એ ધૈર્ય, બલિદાન, એકબીજા ની સારસંભાળ રાખવાની અને દરેક વસ્તુ સરખા ભાગે રાખવાની એક સંસ્થા છે. આપણા પૌરાણિક લોકો એ સપ્તપદી વિશે વાત કરી છે – લગ્ન વખતે લેવામાં આવતા ૭ વચનો. પ્રતિબદ્ધતા ની ભાવના, સાથ સહકાર, કાળજી અને કરુણા તેમજ ઓછો અહંકાર – આ દરેક સુખી લગ્ન ની લાક્ષણિકતાઓ છે. જો તમે એકબીજા ને એક કે બીજી રીતે કાબુ માં રાખશો તો તમને બંધન લાગશે. જો તમે એકબીજા ની સાથે ખભે થી ખભો મેળવી ને ચાલશો તો એકબીજા ના સહકાર થી કામ કરી શકશો. તો એકબીજા ને ટેકો આપો એકબીજાના સાથી બનો અને આગળ વધો.
શું તમારા સંબંધ તમારી તાકાત છે કે તમારી નબળાઈ?
સગપણ આપણા માટે શક્તિ અને ખામી બંને લાવી શકે છે તે આપણા મન પર આધારિત છે. જો મગજ શક્તિશાળી છે તો સંબંધ એક ઉપહાર સમાન છે. પરંતુ જો આપણું મન કાબુ માં નથી તો કોઈ પણ નાતો બંધન લાગે છે.
2. અપેક્ષા યુક્ત રહેવા કરતા એકબીજા માટે હાજર રહો
લગ્ન જીવન માં તમારે સામે વાળી વ્યક્તિ ને તમારા પોતાનો જ એક ભાગ – હાથ કે પગ સમજવો જોઈએ. એ બે શરીર, એક મન અને એક આત્મા છે. તો તમારા સાથી ની જે કઈ પણ ઈચ્છા હોય તેને તમે તમારી પોતાની ઈચ્છા બનાવો. તમારા સાથી ના મનપસંદ સ્વાદ ને તમારો સ્વાદ ગણો. સ્વાદ અને ઈચ્છા અલગ અલગ થાય ત્યારે જ ઘર્ષણ ઉત્પન્ન થાય છે. તમારે એવું કહેવાનું ચાલુ કરવું જોઇએ કે તમારો સ્વાદ મારો સ્વાદ છે તમારી ખુશી માં મારી ખુશી છે. તમે મારા માટે શું કરી શકશો એવું બોલવાને બદલે, હું છું અહીં તમારા માટે એવું કહો.
એ યાદ રાખવું જરૂરી છે કે:
- “તમે મારા માટે શું કરી શકો છે?” એવું મન માં રાખી ને સંબંધ બાંધશો તો બંને જોડીદાર નાખુશ રહેશે.
- એક સુખી લગ્નજીવન માં, દરેક યુગલ એ એવો સંકલ્પ કરવો જોઇએ કે “ હું અહીંયા છું તમારા માટે”, જે થવું હોય એ થાય, હરખનો સમય હોય કે શોકનો! જીવન માં ક્યારેક નિરાશા આવે છે ક્યારેક સફળતા મળે છે. કોઈ પણ કિસ્સા માં “હું તમારી સાથે છું”.
3. માલિકીપણું ન કરો
લગ્ન પેહલા કે પછી જો તમે ખૂબ જ સ્વકેન્દ્રી બનશો તો સામે વાળી વ્યક્તિ ભાગી જશે. સામેની વ્યક્તિ ને કાબુ માં રાખવી એમાં બુદ્ધિમત્તા નથી.
તમે જ્યારે માલિક બનો છો ત્યારે નકારાત્મક વિચારો ની આખી શૃંખલા ચાલુ થઈ જાય છે.
4. તમને ખુશ રાખવા માટે સામેની વ્યક્તિ ને બોજો ન આપો!
ઘણીવાર તમને તમારા સાથી ખુશ રાખે આનંદિત રાખે એવુ ગમે છે.તેથી તમે અઘરો, નારાજ ચહેરો બનાવો છો જેથી ખુશ કરવાનું કાર્ય ખૂબ કઠિન બને. મોટેભાગે પ્રેમીઓ આવું કરે છે. તેઓ રિસાયેલા સાથી ને ખુશ કરવાના પ્રયત્નો માં ભોળવાઈ જાય છે પોતાની ઘણી ઊર્જા ખર્ચ કરે છે. આવી ક્ષણ આનંદ ને ઉલ્લાસ ઘટાડે છે. જે લોકો પોતાનો લાંબો નિરાશા વાળો ચહેરો રાખે છે એવી અપેક્ષા થી કે સામેની વ્યક્તિ તેઓ ને પટાવી લેશે ત્યારે સામેની વ્યક્તિ ભાગી જાય છે.
ફટાફટ એક ટીપ: ક્યારેક એકાદ વખત રિસાઈ જવું ચાલે પણ તેવું ઘડીએ ને પડીએ કરવાથી તમારા પ્રેમનો કોઈ અર્થ રહેતો નથી.
જો તમને સારું નથી લાગતું તો તમે પોતે જ તમારી જાત ને ખુશ કરો.
તમને ખુશ કરવા કોઈ બીજા ની જરૂર હોવી તે સારી નિશાની નથી.
તમને સંપૂર્ણ ધ્યાન તમારા પર જ જોઈતું હોય તો તમને ફક્ત ચિંતા અને તણાવ જ મળશે.
5. બોલતા પેહલા વિચારો
એક કેહવત છે “ એ શબ્દો જ છે જેના દ્વારા ઘર્ષણ શરૂ થાય છે, એ શબ્દો જ છે જેના દ્વારા લોકો મજા કરે છે, શબ્દો વડે જ લોકો સંપતિ મેળવે છે, તો શબ્દો ને સંયમપૂર્વક વાપરવા જોઇએ” સામાન્યરીતે જ્યારે ગેરસમજણ ઊભી થાય છે ત્યારે લોકો કહેતા હોય છે “ચાલો વાત કરી લઇએ”. ફક્ત આ વસ્તુથી જ કામ નથી ચાલતું. ખાલી આગળ વધો. બેસી ને ચર્ચા ના કરશો ના તો ભૂતકાળ વિશે ની કોઈ ચોખવટ ની માંગણી કરતા. જ્યારે ભૂલ થાય છે તો જે થઈ ગઈ બસ આગળ વધો.
ખાલી તમારી જાત ને એક એવી પરિસ્થિતિ માં મૂકી ને કલ્પના કરો કે જેમાં તમે ભૂલ કરી છે અને કોઈક તમારી પાસે ખુલાસો માગતું રહે છે. કોઈ વ્યક્તિ ને પોતાના સમર્થન માં લેવો અને ખુદ ને વ્યાજબી ઠેરવવાનો સતત પ્રયત્ન કરવો એ એક મોટો ભાર છે. ક્યારેય પણ સામેની વ્યક્તિ ને દોષિત હોવાની લાગણી નો અનુભવ ન કરાવો. તેથી મિત્રતા નું બંધન ઢીલું પડે છે. વ્યક્તિ ને અપરાધી હોવાનો અનુભવ કરાવ્યા વગર પણ તેની ભૂલ થી વાકેફ કરવો એ એક કળા છે.
જ્યારે તમારા જીવનસાથી નારાજ હોય ત્યારે શું કરવું જોઇએ?
જો કોઈ એક નિરાશ છે તો બીજા જોડીદારે શાંત રહેવું જોઈએ અને તેના/તેણી ના નારાજ થવાનો વારો આવે તેની રાહ જોવી જોઈએ.જો બંને એકસાથે એક જ સમયે રિસાઈ જાય તો પછી સમસ્યા થઈ જાય છે! અને બાળકો ની સામે તો શિષ્ટાચાર માં જ રહેવાનું. એવું સમજો કે “ ઓહ,મારો સહભાગી નારાજ છે, વાંધો નહીં”એમને સમય આપવો જોઇએ. “કેમ નારાજ છો?” એવો પ્રશ્ન ન પૂછવો જોઇએ. જો કોઈ એક રિસાયેલા હોય તો બીજો સાથી ગુસ્સો કરે અને પેલા પાસેથી નારાજ ન રહેવાની અપેક્ષા કરે તે સૌથી મોટી ભૂલ છે! કોઈ નિરાશ હોય તો તેઓને અવકાશ આપો.
6. પોતાના માટે પ્રમાણિક બનો
સહજ અને સરળ રહો. સંબંધો કુદરતી રીતે જ ઉછરે છે. જો તમે સંબંધ બાંધવાનો પ્રયત્ન કરી રહ્યા છો તો તમે ત્યાં જ થોડા કૃત્રિમ બનો છો. ત્યારે તમારું વર્તન કુદરતી નથી રહેતું. કલ્પના કરો જ્યારે તમને કોઈ પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે, તમને નથી ખબર પડતી? તમે શું કરો છો? દૂર રહો છો.
જે તમને ગમે છે બીજાને પણ તેવું જ ગમે છે. તમને પ્રમાણિક, ઉદાર, ખુલ્લા મન નું, નમ્ર હોય એવા વ્યક્તિ પસંદ છે,ખરું ને? બરાબર આજ બીજા તમારી પાસેથી ઇચ્છે છે. પ્રભાવિત કરવા કઠિન પ્રયાસ ન કરો. તો પછી બધું ખરાબ થઈ જશે. શ્રેષ્ઠ એ જ છે કે તમે જેવા છો એવા જ રહો કુદરતી, ક્ષમાશીલ અને વર્તમાન માં રહેવાવાળા. જેનાથી બહુજ મોટો ફરક પડે છે.
ઝડપી ટીપ: સમય સાથે તમારો સંબંધ મજબુત બનાવો. સમય જતાં દંપતી ને ખ્યાલ આવે છે કે અપેક્ષા અને વલણો બદલાય છે. યોગા, સાધના અને ધ્યાન અભ્યાસ થી સંબંધો સર બને છે. આપણે સંબંધો માં વધુ સારી રીતે કઈ રીતના વાતચીત કરવી, વધુ ધૈર્યવાન અને ક્ષમા આપનાર બનવું તે શીખી શકીએ છીએ. આ ચક્ર ઘડી બધી ગુલાબ જેવા આનંદિત એવી ક્ષણિક પરિસ્થિતિ થી અસ્થિરતા તરફ ફરે રાખે છે. પ્રતિબદ્ધતા એ જ છે કે જ્યારે તમે અલગ ન થવાનું નક્કી કર્યું હોય ત્યારે સાથે જોડી રાખે છઅને આધ્યાત્મ એ છે કે જે તમને આ જોવાની શક્તિ પ્રદાન કરે છે.
7. એક દંપતી તરીકે, સમાંજ ના ઉદ્ધાર માટે એક ઉચ્ચ ધ્યેય રાખો
જ્યારે પતિ પત્ની બંને નું ધ્યાન માત્ર એકબીજા પર જ હોય ત્યારે સરળતા થી જગડો થઈ જાય છે. લગ્ન નો શરૂઆત નો નતબક્કો જેમાં બધું ખૂબ જાદુઈ લાગતું હોય છે એના પછી એકબીજા માં ખામીઓ એટલી જ ઝડપ થી દેખાવા લાગે છે. એકબીજા તરફ જતી રેખાઓ આંતરછેદ ના બિંદુ પછી છુંટી પડી જાય છે.
ફરીથી, જ્યારે પતિ પત્ની એકબાજુ પર કેન્દ્રિત નથી હોતા ત્યારે તેઓના જીવન ના લક્ષ્ય અલગ હોય છે. તેઓ એકબીજા ની આંખ માં આંખ નાખી ને જોવાનું બંધ કરી દે છે અને વાતચીત નો વ્યવહાર અને વિશ્વાસ પણ તૂટી જાય છે. ઉપરાંત, લક્ષ્ય જ્યારે વ્યક્તિગત ઇચ્છાઓ ની સંતુષ્ટિ પૂરતો હોય છે ત્યારે સંતોષ અને યોગ્યતા પ્રાપ્ત નથી થતી.
ફક્ત ત્યારેજ જ્યારે તેઓ એકબીજા સાથે હળીમળી ને,મોટા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરી ને, સમાજ તેમજ દુનિયા ના કલ્યાણ માટે સંબંધ માં આગળ વધે છે ત્યારે જ લગ્નજીવન ના મૂલ્યો અને સુંદરતા ની કિંમત થાય છે. એકબીજા પ્રત્યે પ્રેમ અને વિશ્વાસ ઘડાય છે અને સમાંતર રેખાઓ અનંત સુધી એકસાથે આગળ વધે છે.
શું તમારા સંબંધ માં આવું છે? આપણે વ્યક્તિગત અને સામાજિક બંને પ્રકાર ના ધ્યેય હોવા આવશ્યક છે. ત્યારે જ આપણને સંતોષ અને ઉચ્ચ હેતુ ની ભાવના નો ભાસ થશે. આ દૃષ્ટાંત થી જ આપણી વિચારસરણી માં બદલાવ આવે છે. “મારું શું?” ની બદલે “હું લોકો માટે શું કરી શકું છું?” તે ધ્યાન કરવાથી પ્રાપ્ત થાય છે. આ હિંમત અને કોઈ પણ સંજોગો માં સાથે મળી ને આગળ વધવાની જવાબદારી ની કળા ધ્યાન થી જ પોષિત અને મજબૂત બને છે. પાયો જેટલો ઊંડો ખોદાયેલા હશે ઇમારત એટલી જ ઉંચી બનશે. ધ્યાન આવી ગહેરાઈ આપણા સંબંધ માં લાવે છે. જેથી આપણું જીવન અને આકાંક્ષાઓ આકાશ સુધી પહોંચી શકે.
8. સ્ત્રીઓ માટે સંબંધ નું એક રહસ્ય
એક પુરુષ માટે સૌથી અગત્યનું એ છે કે તેને ઘર માં પ્રેમ, સમ્માન અને પ્રશંસા ની અનુભવ થાય. આનો અર્થ એવો થાય કે તેના માં રહેલી દરેક સારી બાબતો ને ધ્યાન માં રાખી તેના પર કામ કરવાનું અને તેને વધારવાની. એવું સકર્તમક વલણ પુરુષો ને સુરક્ષિત અને તેમના પ્રતિ સમર્થન નો અનુભવ તો કરાવશે જ સાથે સાથે તેઓ ને સતત સુધરવા મટે પ્રોત્સાહિત પણ કરતું રહેશે.
ઝડપી ટીપ: આખી દુનિયા ભલે એને બોલે તે તારા માં બુદ્ધિ નથી પણ તમે, એની પત્ની તરીકે કોઈ દિવસ આવું નઈ બોલવાનું. તમારે હંમેશા એવું જ બોલવાનું કે “તમે દુનિયા સૌથી બુદ્ધિશાળી પુરુષ છો. ભલે તમે તમારા મગજ નો ઉપયોગ નથી કરતા એ હકીકત છે પણ એનો અર્થ એવો નથી કે તમારા માં મગજ નથી”. આવી રીતના પુરુષ ના અહંકાર ને વધારતા રહેવાનું. ક્યારેક એના વખાણ કરતા રહો. અલબત, એ ભૂલ પણ કરી બેસે તો પણ તમારે એવું કેહવનું કે “તમે આનાથી પણ વધુ સરસ કરી શકો છો, તમારા માં આવડત છે.” બસ આ નાનું અમથા પ્રશંસા ના શબ્દો થી એને સારું લાગશે. પૂજ્ય ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર
9. પુરુષો માટે સંબંધ નું એક રહસ્ય
સ્ત્રીઓ માટે અગત્ય નું છે કે તેઓની વાત સાંભળે, તેઓ ને સમજે અને તેઓ ને માન મળે. એનો અર્થ એમ થાય કે સ્ત્રીઓ ને સહાનુભૂતિ, ધીરજ અને સહકાર થી સાંભળો. સ્ત્રીઓ ની લાગણીઓ ખૂબ જ શક્તિશાળી હોય છે તમે સહેલાઇ થી એમાં ફસાઈ શકો છો.
ઝડપી ટીપ: એક પુરુષ તરીકે સ્ત્રીઓ ની લાગણીઓ સાથે કુશળતાપૂર્વક કામ લેવું ખૂબ આવશ્યક છે. કેટલીકવાર, તમારે ખૂબ j સારી રીતે તેઓ નું ધ્યાન રાખવું જોઈએ. ધ્યાન, તમરી પત્ની સાથે,એક જ સમયે, બંને સંવેદનશીલ અને સમજદારી થી વ્યવહાર કરવાની કુશળતા લાવે છે. તે તને વાતાવરણ માં આનંદ ઉલ્લાસ લાવવાની ક્ષમતા આપે છે કે જે એક તંદુરસ્ત સંબંધ માટે મહત્વપૂર્ણ છે.
10. સ્ત્રીઓ અને પુરુષો બંને માટે સંબંધ નું રહસ્ય
જે રીતના દિવસ દરમ્યાન સૂર્ય નું અસ્તિત્વ હોવું સ્વાભાવિક છે જેના માટે કોઈ પુરાવાની જરૂર નથી એવી રીતના પ્રેમ ને પણ સાબિત કરવાની જરૂર નથી. પણ આપણે આપણા સાથીદાર પાસે થી હંમેશા પ્રેમ નો પુરાવો માગતા જ રહીએ છીએ આ જ વસ્તુ સંબંધ બગાડે છે.
ક્યારેય પણ તમારા સાથી પાસે તમારા પ્રત્યે ના પ્રેમ નો પ્રમાણ ન માંગો. “તું મને પ્રેમ કરે છે?” એવું એકબીજા ને ન પૂછો. ભલે તમને કોઈ વસ્તુ નો અભાવ જણાય, ખાલી એટલું કહો “તમે કેમને આટલો પ્રેમ કરો છો?” નિશ્ચિત રૂપે માની લો કે તેઓ તમને પ્રેમ કરે જ છે. ભલે વસંત ઋતુ જતી રહી હોય, તે ફરીથી શરૂ થશે.
ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર











