યથાર્થ સંબંધો બનાવવાની ચાવી
જો તમને હોડી હંકારતા આવડતું હોય તો તમે કોઈ પણ હોડી ચલાવી શકો છો.પરંતુ જો તમને હલેસા કેવી રીતે મારવા તે જ ના આવડતું હોય તો હોડીઓ બદલ્યા કરવાનો કોઈ અર્થ નથી.એ જ રીતે સંબંધ બદલવાથી સમસ્યાનો ઉકેલ આવશે એ જરૂરી નથી.વહેલા મોડા તમે અન્ય સંબંધમાં એવી જ પરિસ્થિતિમાં મુકાશો, કારણ કે બધા સંબંધોમાં જે સૌથી અગત્યનું છે, તે છે તમારું પોતાની લાગણીઓને,પોતાના મનને,અડગ રહેવાની તમારી ક્ષમતાને અને બધી બાબતોને એક વિશાળ દ્રષ્ટિકોણથી જોવાની તમારી પોતાની ક્ષમતાને સમજવાનું.અને આના માટે શાણપણ જરૂરી છે કારણ કે એ શાણપણ છે જે તમને જીવનમાં તાકાત,સ્થિરતા, અને વિશાળ દ્રષ્ટિકોણ આપે છે.
મોટા ભાગે આપણે એક સંપૂર્ણ સ્વસ્થ સંબંધ માટે બીજે ક્યાંક જોતા હોઈએ છીએ;બહુ ઓછા લોકો પોતાની અંદર જુએ છે,એ જગ્યાએ જેના સંદર્ભમાં તેઓ બધું જુએ છે.સારા સંબંધ માટે તમારે પહેલા તમે પોતાની જાત સાથે કેવી રીતે તાલમેલ કરો છો તે જોવું જોઈએ.તમારે પોતાની અંદર જોવું જોઈએ.
સ્વસ્થ સંબંધ કેવી રીતે રાખી શકાય અને યોગ્ય દિશામાં આગળ કેવી રીતે વધી શકાય તે માટે કેટલાક રહસ્યો આ પ્રમાણે છે.
સ્વસ્થ સંબંધો બાંધવા માટે ૬ શ્રેષ્ઠ વ્યવહાર
1. નિયંત્રણ ના કરો
ઘણાને નિયંત્રણ જતું કરવામાં તકલીફ પડે છે.પરિણામે ચિંતા અને અજંપો પેદા થાય છે અને સંબંધો ખાટા બને છે. જાગૃત થાવ અને જુઓ કે ખરેખર તમારું નિયંત્રણ ચાલે છે?તમે શેને નિયંત્રિત કરી રહ્યા છો? કદાચ તમારી જાગૃત અવસ્થાનો સુક્ષ્મ ભાગ!
- તમે જયારે નિદ્રા કે સ્વપ્ન અવસ્થામાં હોવ છો ત્યારે તમે કોઈ નિયંત્રણ કરી શકતા નથી.
- તમને આવતા વિચારો અને લાગણીઓ પર તમારું નિયંત્રણ નથી.
એ જ રીતે,શું તમને એવું લાગે છે કે તમારા જીવનમાં કે દુનિયામાં બધી ઘટનાઓ પર તમારું નિયંત્રણ છે? જયારે તમે બાબતોને આ દ્રષ્ટિકોણથી જુઓ છો ત્યારે તમારે નિયંત્રણ ગુમાવવાનો ડર રાખવાની જરૂર નથી કારણ કે તમારું કોઈ નિયંત્રણ છે જ નહીં!
2. સન્માનનો ભાવ રાખો
તમે જેને સન્માન આપો છો તે તમારા કરતાં મોટું બની જાય છે.જયારે તમને તમારા સંબંધો માટે સન્માન હોય ત્યારે તમારી પોતાની ચેતના વિસ્તૃત થાય છે.પછી નાની વસ્તુઓ પણ અગત્યની અને મોટી લાગે છે.દરેક નાનું પ્રાણી ગૌરવવંતુ લાગે છે.દરેક સંબંધમાં સન્માન એવી બાબત છે જે સંબંધને બચાવે છે.
ઘણી વાર તમને તમારું જે છે તેને માટે સન્માન નથી હોતું,અજાણપણે એ સન્માન જતું રહે છે.પોતાનું જે હોય તેને માટેનું સન્માન તમને લોભ,ઈર્ષ્યા અને મોહમાંથી મુક્ત કરે છે.તમારા જીવનમાં દરેક ક્ષણે સન્માન રહે તેવી કુશળતા કેળવો.
3. સમાન લક્ષ્યો રાખો
જયારે બે રેખાઓ એકબીજાને સમાંતર હોય છે ત્યારે તેઓ કાયમ માટે એક સાથે રહી શકે છે.પરંતુ જયારે બે રેખાઓ એકબીજા પર કેન્દ્રિત હોય છે ત્યારે તેઓ એકબીજાને વીંધીને દૂર જતી રહે છે.આ બાબત સંબંધોને પણ લાગુ પડે છે.જો બંન્ને સાથીના જીવનમાં સમાન લક્ષ્ય હોય છે તો તે તેમના સંબંધને લાંબો ચલાવે છે અને વધુ સંવાદિતા આપે છે.પરંતુ જો તેઓ એકબીજા પર કેન્દ્રિત હોય તો તેઓ એકબીજા તરફ આંગળી ચીંધે છે,પ્રેમ અને ધિક્કાર કરે છે અને ઝગડા થાય છે.
4. કલહને સંપૂર્ણપણે નાબૂદ કરો
જયારે તમે એક સંવાદિત વાતાવરણમાં હોવ છે ત્યારે તમારું મન વિખવાદ ઊભો કરવા કોઈ પણ બહાનું શોધી કાઢે છે.ઘણી વાર મોટો ખળભળાટ ઊભો કરવા નાની નાની બાબતો પૂરતી હોય છે.તમે આ નોધ્યું છે?
જયારે તમારા અસ્તિત્વનો પ્રશ્ન હોય છે ત્યારે તમે ફરિયાદ નથી કરતા કે કોઈ તમને પ્રેમ નથી કરતું.પરંતુ જયારે તમે સહી સલામત હોવ છો ત્યારે તમે તમને મહત્વ મળે એની માંગણી કરો છો.ઘણા લોકો પોતાની તરફ બધાનું ધ્યાન ખેંચવા ઝગડો ઊભો કરે છે.માટે,તમારી જાતને આ પ્રશ્ન પૂછો:તમને દરેક પરિસ્થિતિમાં સંવાદિતા ગમે છે કે તમને મતભેદ વધારીને તમે સાચા છો તે સાબિત કરવાનું વધારે ગમે છે?
5. તમે લાયક છો તેના કરતાં તમને વધુ પ્રેમ મળી રહ્યો છે તે સમજો
તમને હંમેશા લાગવું જોઈએ કે તમને જે પ્રેમ મળી રહ્યો છે તેને તમે લાયક નથી.તમને જે પ્રેમ મળી રહ્યો છે તે તમારી લાયકાત કરતા ઘણો વધારે છે એવું વિચારો.જો તમે નમ્રતાની આ પૃષ્ઠભૂમિ પર હોવ તો તમે તમારા બધા વ્યવહારમાં ઉદારતા અને ગૌરવથી વર્તશો.તમે ભૂતકાળને ચગવાળ્યા નહીં કરો,તમે વર્તમાન ક્ષણમાં જીવશો,તમે અન્યોના અભિપ્રાયને માન આપશો,તમે બીજાની મુશ્કેલીઓ સમજશો;એ ઉદારતા તમારી અંદરથી સર્જાશે.
જો તમે એ યાદ રાખશો કે હું આ પ્રેમને લાયક નથી તો તમે પ્રેમની માંગણી નહીં કરો.અને જયારે જીવનમાં તમે પ્રેમની માંગણી નથી કરતા ત્યારે તે વધ્યા કરે છે.
6. સામેની વ્યક્તિને આપવા માટે થોડો અવકાશ રહેવા દો
સંબંધ એટલે અનુકુળ બનવું,આપવાની વૃત્તિ.પરંતુ સાથે સાથે સામેની વ્યક્તિને આપવાની તક મળે એવો થોડો અવકાશ રાખો.આમાં થોડી કુશળતાની જરૂર છે—સામેની વ્યક્તિ માંગણી કર્યા કરતાં પ્રદાન કરે તેમ કરવી.જો તમે માંગણી કરશો તો સંબંધ લાંબો નહીં ચાલે.માંગણી અને દોષારોપણ પ્રેમને નષ્ટ કરે છે.











