સૂર્યનમસ્કારના ફાયદા

પૃથ્વી પર સૂર્ય વિના જીવન શક્ય નથી. સૂર્ય કે જે પૃથ્વી પરના બધા જીવોનો મૂળ સ્ત્રોત છે, સૂરજને અર્ઘ્ય આપવાની, માન-આદર આપવાની કે તેના પ્રત્યે  કૃતજ્ઞતા વ્યક્ત કરવાની પ્રાચીન પદ્ધત્તિ છે સૂર્યનમસ્કાર.

હવે, માત્ર સૂર્યનમસ્કાર કેવી રીતે કરવા તે જાણવું પૂરતું નથી પરંતુ આ અતિ પ્રાચીન પદ્ધત્તિની પાછળના વિજ્ઞાનને સમજવું ઘણું મહત્વનું છે. કારણ કે ઊંડી સમજણ દ્વારા જ આ ઘણી પવિત્ર અને શક્તિશાળી યૌગિક પદ્ધત્તિ પ્રત્યે  સાચો અભિગમ અને દ્રષ્ટિકોણ કેળવાશે.

સૂર્યનમસ્કાર પાછળનું વિજ્ઞાન

ભારતના પ્રાચીન ઋષિમુનિઓ એવું કહેતા કે શરીરના જુદા જુદા ભાગોનું  જુદા જુદા દેવો દ્વારા સંચાલન થાય છે. સોલાર પ્લેક્ષ (પેટના ખાડામાં આવેલું જાળુ, જે માનવ શરીરનું મધ્યબિંદુ છે) પણ સૂર્ય સાથે સંકળાયેલું છે. આ મુખ્ય કારણ છે કે શા માટે પ્રાચીન ઋષિઓ સૂર્યનમસ્કારની ભલામણ કરતાં?!!! કારણ નિયમિત સૂર્યનમસ્કાર કરવાથી પોતાના સોલાર પ્લેક્ષની શક્તિમાં વધારો થાય છે. જે માનવીની સર્જકતા અને અંત:સ્ફુરણા શક્તિમાં વધારો કરે છે.

આપણી બધી જ ભાવનાઓ/લાગણીઓ નાભિના મધ્યબિંદુમાં (SOLAR PLEXUS)માં એકત્રિત થાય છે. સોલાર પ્લેક્ષીસનું કદ એક કાંટાળા ફળ (ગુઝબેરી - GOOSEBERRY) જેટલું જ હોય છે. છતાંપણ, જેઓ યોગ અને ધ્યાનકરે છે તેમનું SOLAR PLEXUS ત્રણ ચાર ઘણું વધારે મોટુ બને છે જેટલું આ નાભિકેન્દ્ર (SOLAR PLEXUS) વધુ વિસ્તરે તેટલી તમારી માનસિક સ્થિરતા અને  અંત:સ્ફુરણા વધે છે.  

- શ્રી શ્રી રવિશંકર

સૂર્યનમસ્કાર દ્વારા શરીર (શારીરિક હલનચલન દ્વારા), મન (નાભિકેન્દ્ર દ્વારા) અને આત્મા (મંત્ર ઉચ્ચારણ દ્વારા) શક્તિશાળી બને છે.

શા માટે દિવસની શરૂઆત સૂર્યનમસ્કાર દ્વારા કરવી જોઇએ?

સૂર્યનમસ્કાર -૧૨ મુદ્રાઓનો સમન્વિત સંપુટ (સેટ)-  સૂર્યોદય સમયે કરવા વધુ યોગ્ય છે. નિયમિતપણે સૂર્યનમસ્કાર કરવાથી સમગ્ર શરીરમાં લોહીનું પરિભ્રમણ સુધરે છે, જે તંદુરસ્તી જાળવવામાં અને રોગમુક્ત રહેવામાં મદદરૂપ થાય છે. હ્રદય, ફેફસા, આંતરડા, પેટ, છાતી, ગળું અને  પગ માટે સૂર્યનમસ્કારના અસંખ્ય લાભો છે. સૂર્યનમસ્કાર દ્વારા માથાથી પગના અંગૂઠા સુધી, શરીરના દરેક ભાગને લાભ થાય છે આ જ કારણ છે કે બધા જ યોગનિષ્ણાતો સૂર્યનમસ્કારની ભલામણ કરે છે.

સૂર્યનમસ્કારની મુદ્રાઓ વોર્મઅપ અને આસનો વચ્ચે સારા સેતુ/સાંકળ તરીકેનું કાર્ય કરે છે સૂર્યનમસ્કાર ખાલી પેટે ગમે તે સમયે થઈ શકે છે. છતાં પણ સવારમાં સૂર્યનમસ્કાર વધુ ઇચ્છનીય છે. કારણ તે શરીરને શક્તિ પ્રદાન કરે છે, મન તાજગીપૂર્ણ બનાવે છે. અને આપણને દિવસભરના કાર્યો કરવા માટે સજ્જ (તૈયાર) કરે છે. જો સૂર્યનમસ્કાર બપોરે કરવામાં આવે તો શક્તિમાન બનાવે છે અને જો સંધ્યા સમયે સૂર્યનમસ્કાર કરવામાં આવે તો મનથી અડગ રહેવામાં મદદ કરે છે. જો ઝડપથી સૂર્યનમસ્કાર કરો તો હ્રદય અને રક્તવાહિનીઓ માટે ઉત્કૃષ્ટ કાર્ય કરે છે અને વજન ઘટાડવાનો સારો માર્ગ બને છે.

શા માટે બાળકોએ સૂર્યનમસ્કાર કરવાં જોઈએ?

સૂર્યનમસ્કારથી મન શાંત બને છે અને એકાગ્રતા વધારવામાં મદદરૂપ થાય છે. આજે બાળકો ગળાકાપ સ્પર્ધાનો સામનો કરે છે આથી તેમણે રોજીંદી દિનચર્યામાં સૂર્યનમસ્કાર સ્વીકારવા જોઈએ.  કારણ કે તે શક્તિમાં વધારો કરે છે અને અજંપાની સ્થિતિ ઘટાડે છે,  ખાસ કરીને પરીક્ષા દરમ્યાન રોજિંદા સૂર્યનમસ્કાર શરીરને શક્તિ આપે છે ને બાળકની સહનશીલતાની ક્ષમતા વધારી આપે છે. ભવિષ્યમાં પહેલવાન તરીકે ઓળખાવા માગતા બાળકોના સ્નાયુઓ માટે શ્રેષ્ઠ કાર્ય કરે છે તેમજ તેમની કરોડરજ્જૂ અને હાથપગને સ્થિતિસ્થાપક બનાવે છે. ૫ વર્ષની ઉંમરથી જ  બાળકો રોજે રોજ સૂર્યનમસ્કાર કરવાનું શરુ કરી શકે છે.

શા માટે સ્ત્રીઓએ સૂર્યનમસ્કાર કરવાં જોઈએ??

એવું કહેવાય છે કે જે મહિલાઓ ડાયેટિંગ નથી કરી શકતી, તે સૂર્યનમસ્કારથી શરીરને સંતુલીત રાખી શકે છે. આથીતંદુરસ્તી પ્રત્યે સમગ્ર સ્ત્રીઓ માટે સૂર્યનમસ્કાર આશીર્વાદરૂપ છે કારણ કે તે વધારાની ચરબી દૂર કરવામાં મદદ કરે છે. એટલું જ નહીં પરંતુ તે પેઢાના સ્નાયુને કુદરતી રીતે ખેંચીને યોગ્ય આકારમાં રાખવાનો સરળ અને બિનખર્ચાળ માર્ગ છે. સૂર્યનમસ્કારની કેટલીક મુદ્રાઓ થાઈરૉઈડ ગ્રંથિ જેવી કેટલીક ગ્રંથિઓને સંતુલિત કરીને, જરૂરી હોર્મોન સ્ત્રાવમાં વધારો કરીને, સુંદર સ્ત્રીઓની વધારાની ચરબી ઓગાળે છે (જેની આપણાં વજન પર પ્રભાવક અસર છે) સૂર્યનમસ્કારની નિયમિત પ્રેક્ટિસ સ્ત્રીઓના અનિયમિત માસિકચક્રને નિયમિત કરી શકે છે અને સરળ પ્રસૂતિની ખાતરી આપે છે. અને અંતે, ચહેરા પરની કરચલીઓ દૂર કરે છે, તેને ઉંમરની અસર વિના ચમકતો બનાવે છે અને તમારા ચહેરાને સ્ફૂર્તિથી કાંતિમય બનાવે છે.

સૂર્યનમસ્કાર દ્વારા તમારી છઠ્ઠી ઈન્દ્રીયને વિકસાવો

સૂર્યનમસ્કાર અને ધ્યાન નિયમિત કરવાથી નાભિનું મધ્યબિંદુ જે બદામના કદ જેટલું છે તે વધીને ખજૂર જેટલું થાય છે. નાભિના મધ્યબિંદુનું વિસ્તરણ બીજા મગજ તરીકે પણ ઓળખાય છે. જે આપણી અંત:સ્ફુરણા શક્તિ વધારે છે અને આપણને વધુ કેંદ્રસ્થ અને સ્થિર બનાવે છે. બીજી તરફ યાદ રહે કે નાભિ-મધ્યબિંદુ સંકોચાવાથી તે આપણને હતાશા અને અન્ય નકારાત્મક વલણો તરફ દોરી જતા હોય છે..

સૂર્યનમસ્કારના વિવિધ લાભો શરીરને તંદુરસ્ત રાખે છે અને મનને શાંત બનાવે છે આથી, નિયમિત સૂર્યનમસ્કાર કરવાની દરેક યોગનિષ્ણાત સલાહ આપે છે. યોગ નિષ્ણાત સલાહ આપે છે.  સૂર્યનમસ્કારના આ સૂચનો તમારા સૂર્યનમસ્કારને સુધારવામાં અને વધુ સારા પરિણામો મેળવવામાં પણ મદદરૂપ થશે.