સૌપ્રથમ તો તમારા કિશોર ની આક્રમકતા સંભાળતા પહેલા તમારે પોતાના ગુસ્સાને શાંત પાડવા માટે એક તંદુરસ્ત રીત અપનાવવી જોઇએ. તમારે કરુણા અને સહાનુભૂતિ વિકસાવવાની જરૂર છે. શું તમારું વર્તન પણ તમારા મૂડ અનુસાર તમારા બાળક સાથે નથી બદલાતું? અનુકૂળ સમયે તમે બાળક પ્રત્યે પ્રેમાળ રહો છો અને જ્યારે તણાવગ્રસ્ત હોવ છો ત્યારે ગુસ્સે થઈ ને તમારા પોતાના બાળક અને પતિ/પત્ની પર ખીજાય જાવ છો જેનાથી આખા ઘરની શાંતિમાં ખલેલ પહોંચે છે. આવું વર્તન કોઈપણ સંજોગોમાં તમારા બાળકને સારું પ્રોત્સાહન નથી આપતું. અહિયાં, જ્ઞાન કામમાં આવે છે. જ્ઞાન તમારામાં તણાવને આવતા અટકાવે છે અને સહાનુભૂતિનો સંચાર કરે છે.
તમારા કિશોરના ક્રોધને પ્રેમથી શાંત કરો
-
હીરા જેવા બનો, દુઃખી ન થાવ
એક સંવેદનશિલ વાલી તરીકે તમારે કેન્દ્રિત રહેવું ખૂબ જરૂરી છે અને તમારા બાળક ના આક્રોશ ની પ્રતિક્રિયા ના આપશો. બાળકો તેમના પોતાના તણાવ ના કારણે અસંવેદનશીલ બની જાય છે અને કઠોર વચનો બોલે છે જેના અસર ની તેમને પરવાહ નથી હોતી. ત્યારે ખાલી એટલું સમજવું કે આપનું બાળક સાચી દિશામાં નથી વિચારી શકતું અને તેને આપણા સાથ સહકાર ની જરૂર છે. એક ચળકતા હીરા જેવા મજબુત બનો અને શ્રદ્ધા રાખો કે તમારું બાળક પણ સારા ઉમદા હેતુ ધરાવે છે. તમારા પ્રત્યેના તેમના પ્રેમ અને સન્માન ઓર કોઈ દિવસ શંકા નઈ કરો.
-
તમારા બાળક ના પ્રભાવ ને વધારવા તેમને પ્રભાવિત કરો
એક વાત તમારે એક વાલી તરીકે જાણી લેવી જોઈએ કે તમે એકલાહાથે તમારા બાળક એ દરેક બદલાવ નઈ લાવી શકો કે જે તમે એમના માં જોવા ઈચ્છો છો. સામાન્ય રીતે, બાળકો, જ્યારે મોટા થતા હોય ત્યારે, તેમની આસપાસ ના દરેક લોકો માંથી સૌથી વધુ તેમના મિત્રો થી પ્રભાવિત થાય છે. તેથી કરીને તમારો વાલી તરીકે નો પ્રભાવ તમારા સંતાન ના એવા ચાર પાંચ નજીક ના મિત્રો પર હોવો જોઇએ જેની વાત નકારવી તમારી સંતાન માટે મુશ્કેલ હોય. એક સરસ માતા પિતા બનતા પહેલા તમારા બાળકો ના મિત્રો ના સરસ અંકલ આન્ટી બનો. કુશળતાપૂર્વક તેમના મિત્રોને સકારાત્મક રીતે પ્રભાવિત કરો અને તમે જોશો કે આવું કરવાથી તમારા સંતાનના જીવનમાં પણ બહુજ મોટી ફરક આવી જાય છે. આવું કરવાથી તમારું બાળક દરેક ખરાબ અને નકારાત્મક આદતોથી બચી રહેશે.
-
એક રીતના જોઇએ તો ગુસ્સો સારો છે!
ક્યારેક ક્યારેક સંતાનો પ્રતિ ક્રોધ દર્શાવો જરૂરી છે. તમારો ગુસ્સો તમારા બાળકને શારીરિક અને માનસિક રીતે મજબૂત અને સ્થિર બનાવે છે. જો તમે સતત તમારા બાળકોને પંપાળતા જ રહેશો અને કોઈ દિવસ હાડમારી સહન કરતા નહિ શીખવાડો તો આગળ જઈને તેઓ વધુ નબળા બની જશે. પાછળથી પછી તેઓ મોટા થઈ જશે ત્યારે જીવન ના અમુક પડકારો જેવાકે નિષ્ફળતા, નામંજુરી / અસ્વીકૃતિ, બદલતી પરિસ્થિતિઓ, ટીકા વગેરે સહન કરવા માટે તેઓ અતિશય સંવેનશીલ બની જશે. તેમજ રોજિંદા જીવન ના કર્યો અને નાની નાની બાબતો પણ તેઓને ક્રોધિત અને આક્રમક બનાવશે. તો તમારા બાળક ને સાચા માર્ગ પર દોરવા માટે તમે ગુસ્સા નો એક સાધન તરીકે ઉપયોગ કરી છો તેના માટે ખુદને દોષિત લઘુ ના માનતા.
-
તમારા બાળકને આપવાનો આનંદ શીખવાડો
બાળકોનો સાચો સ્વભાવ છે આનંદ/ઉલ્લાસ, હે તેઓને આપવાથી/ વહેંચવાથી/ શેયર કરવાથી મળશે. પરંતુ જો એક વાલી તરીકે તમે કદર અને આપવાના અનુભવો નું સકારાત્મક નિર્માણ નહિ કરો બાળકો ની માનસિકતા સંકોચાય જાય છે. બાળકો તેમની વસ્તુઓ માટે ઈર્ષા અને આક્રોશ વ્યક્ત કરે છે પરંતુ તે હજી તેમના મન માં બીજ રૂપે જ હોય છે. અહિયાં ખરી બાબત એ મહત્વ ની છે કે તમે માતા પિતા તરીકે તમારા બાળક ની કઈ વૃત્તિઓ ને પોષીત કરો છો કે જે ભવિષ્ય માં તમારા બાળક ની સાથે રહેશે. દયા નું એકાદ સામાન્ય કાર્ય જેવું કે ભૂખ્યા ને જમવાનું આપવું, સમજ ના લોકો કે સમુદાય મંજાઈ ને સેવા કરવાથી બાળકો ના મન માં પ્રસન્નતા નો વિકાસ થશે અને ક્રોધ, આક્રોશ, આક્રમકતા ને કોઈ સ્થાન નહિ રહે.
મેધા યોગા લેવલ 1 એક એવો પ્રોગ્રામ છે જ્યાં તરુણ-તરુણીઓ સેવા થી મળતા આનદ નો અનુભવ માંણે છે અને વૈજ્ઞાનિક રીત પર આધારિત એવી શ્વાસોશ્વાસ ની પ્રક્રિયાનો અભ્યાસ કરી ને તણાવ અને ચિંતાથી છુટકારો મળે છે.
-
શું તમે તમારા બાળક ના મિત્ર છો?
શું તમારે તમારી સંતાન ના દોસ્ત હોવું જોવા કે ની એ આજે પણ એક મહાન ચર્ચા નો વિષય છે. વાલી તરીકે એક શ્રેષ્ઠ રસ્તો એ છે કે તમારા બાળકો ની ઉંમર મુજબ તમારે બદલાતા રેહવાનુ. પૌરાણિક શાસ્ત્રો માં એવું કહ્યું છે કે જ્યારે તમારા બાળક ની આયું ૧૬ વર્ષ ની થાય ત્યારે તમારે તેમના મિત્ર બની ને એમની સાથે આચરણ કરવું જોઇએ. તેમની સાથે મૈત્રીપૂર્ણ રીતે વાતચીત કરો અને તેમનું માં સન્માન આપો અને પછી જોવો કે તમારા સંતાન સ્વાભાવિક રીતે સમજુ અને પુખ્ત બનવાની જરૂરિયાત સમજી ને જીવન માં તમારી સાથે આગળ વધશે અને તમારા વિશ્વાસ પર ખરા ઉતરશે.
|| प्राप्ते षोडशे वर्षे पुत्रं मित्रवदाचरेत् ||
-
રમુજી બનો
જો મગજ શાંત અને હળવું હોય તો આપણે પણ દરેક વસ્તુને રમુજ માં લેતા થઈ જાશું. જે હકીકતે તો આપણો સ્વભાવ જ છે. ઘર નું વાતાવરણ બદલવામાં અને તમારા બાળકો ની નજીક જવા માટે તમારી વિચારશક્તિ માં ખૂબ જ તાકાત છે. તમારી રમુજતા તમને તમારી કઠોરતા છોડવામાં મદદ કરે છે. એ જડતા જેનાથી કદાચ તમારું સંતાન તમારાથી નારાજ હતું. એક વાલી તરીકે તમારા બાળક સાથે વધુ વધુ સકારાત્મક ક્ષણો વિતાવો અને તમારા રમુજ ના સ્પર્શ થી બને એટલી દલીલો ટાળો.
બાળકો અને કિશોરો માટે વિશિષ્ટ રીતે ડિઝાઇન કરેલા ઓનલાઈન મેડીટેશન એન્ડ બ્રેથ વર્કશોપ તમારા માટે લાવી રહ્યાં છીએ.











