નાના બાળકો આપણને રસ્તો બતાવે છે
પ્રમાદને કેવી રીતે ત્યજવો?આપણે પોતાની જાતને આ પ્રશ્ન પૂછતા ઘણી વાર જોઈ છે.પ્રમાદ એવી વિલક્ષણ બાબત છે જે આપણને બધાને અસર કરે છે.ક્યારેક આપણે પોતાની જાતને તેની સામે સતત પ્રતિકાર કરતી જોઈએ છે.પરંતુ આપણામાંના ઘણા માટે તે એક સુપરિચિત સાથી છે જેનાથી આપણે ટેવાઈ ગયા છીએ.
તમે જાણો છો કે અમેરિકામાં તેના માટે એક દિવસ,રાષ્ટ્રીય પ્રમાદ દિવસ, પણ મનાવાય છે?
તો,પ્રમાદી હોવું એટલે શું?
આપણે બધા કંઈ કરવું નથી અથવા પછી કરીશું એવી લાગણીથી પરિચિત છીએ.એવું ક્યારેક વ્યસ્ત અથવા તણાવપૂર્ણ દિવસ રહ્યો હોય ત્યારે થતું હોય છે.આપણને સૌને વિશ્રામની ક્ષણો કે વિરામ મળે એવી ઈચ્છા થવી વ્યાજબી છે.પરંતુ જયારે વારંવાર એવી ક્ષણો લંબાતી છે જાય ત્યારે શું થાય છે?
ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી કહે છે,”હંમેશા આરામદાયક રહેવાની ઈચ્છાને લીધે તમે પ્રમાદી થઈ જાવ છો.તમે રોજ નક્કી કરો છો,’હું ચોક્કસ ૬ વાગે ઊઠીશ અને પ્રાણાયામ કરીશ’ અને તમે સવારે કહો છો,’અરે બહુ ઠંડી છે,હું કાલ સવારથી અથવા આજ રાતથી કરીશ.’
જયારે તમારે કંઈ જ કરવું નથી હોતું અથવા તમે જાણો છો કે તમારે કરવા જોઈએ છતાં અનેક કામને ટાળ્યા કરો છો તો શું થાય છે?તમે પ્રમાદના દૂર્ગુણભર્યા ચક્રમાં ફસાઈ જાવ છો.પ્રમાદની અસરો મોટી છે, જેમ કે,કામ પતાવાની જે અવધિ નક્કી કરી હોય તે વીતી જાય,સંબંધોમાં તણાવ ઉત્પન્ન થાય અને સ્વાસ્થ્ય બગડે.
પ્રમાદ થવાના કયા કારણો છે?
પ્રમાદ વિવિધ પરિબળોને લીધે થઈ શકે છે,જેમ કે,પ્રેરકબળનો અભાવ,નિષ્ફળતાનો ડર,હતાશા, અતિશય થાકી જવું,અપૂરતી નિદ્રા અને ટેકનોલોજી અથવા સોશ્યલ મીડીયાની લત.સમસ્યાનું નિરાકરણ લાવવા તે થવાના મૂળભૂત કારણને જાણવું જરૂરી છે.
પ્રમાદને કેવી રીતે ત્યજવો?
પ્રમાદને નાથવા માટેના 6 સૂચનો આ પ્રમાણે છે:
1. ગુરુદેવે જણાવેલા ૩ રહસ્યો
ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી કહે છે,”પ્રમાદ ત્યજવા માટેના માર્ગ છે:લોભ.પ્રેમ અથવા ડર.તેમાંના એકને અપનાવો.”
પ્રેમ
પ્રમાદને ત્યજવા તમારે માટે પ્રેમ સચોટ ઉપાય હોઈ શકે છે.જયારે તમને કોઈ કામ કરવું ગમે છે ત્યારે તમે તે કામની પાછળ પડી જાવ છો અને તેને નિર્ધારિત સમય મર્યાદામાં પૂરું કરો છો.અથવા જો તમે કોઈને પ્રેમ કરો છો તો તમે એ વ્યક્તિને લગતા કામ પ્રમાદ વગર કરો છો.દા.ત., જો તમે પ્રેમ કરો છો તેમને વચન આપ્યું હોય,”હું ચોક્કસ આ કામ કરીશ” તો તમારો પ્રમાદ અદ્રશ્ય થઈ જાય છે.
તમે જેમને ખૂબ પ્રેમ કરો છો તેમને વચન આપવાની પ્રથા હોય છે.તમે તેમને કોઈ વચન આપો છો અને તમે જુઓ છો કે તમે તે પાળો.ધારો કે તમે તમારા ભાઈને વચન આપ્યું છે કે તમે તેમને કે તમારી ભત્રીજીને એરપોર્ટ પર લેવા જશો.સવારે તમને ઊઠવાની આળસ આવે છે છતાં તમે મધરાત હશે તો પણ ઊઠીને જશો અને એરપોર્ટ પર તેમને મળશો.
પ્રેમ તમને પ્રમાદ અને ટાળવાની વૃત્તિને ત્યજવામાં સહાય કરે છે.
ડર
એ જ રીતે ડર.દા.ત.,જો તમે કોઈ કામ સમયસર ના પતાવો તો તમને ઠપકો મળી શકે છે.જો કોઈ તમને કહે,”જો તમે આ નહીં કરો તો તમે મુશ્કેલીમાં મુકાઇ જશો.”તો પ્રમાદ અદ્રશ્ય થઇ જાય છે.અથવા તમને આળસ આવતી હોય ત્યારે કોઈ તમને કહે,”અરે આગ લાગી છે” તો આગનો ડર બધો પ્રમાદ દૂર કરી દે છે. તાકીદ પ્રમાદ દૂર કરી દે છે.
લોભ
શું લોભ તમને પ્રેરકબળ આપે છે?દા.ત.,જો તમને એવી ખબર હોય કે નક્કી કરેલી સમય મર્યાદામાં તમે કામ પૂરું કરશો તો તમને ઈનામ મળશે તો શું તમે એ કામ પૂરું કરવા પ્રેરિત થાવ છો?પ્રમાદથી ઉપર ઊઠવા અને લક્ષ્ય માટે કામ કરવા લોભ એક આકર્ષણનું કામ કરે છે.
આમ, તમે પ્રેમ,લોભ અને ડર દ્વારા પ્રમાદ ત્યજી શકો છો,પરંતુ પ્રેમનો માર્ગ વધારે પસંદગીનો છે.
પ્રમાદ ત્યજવા માટેના રહસ્યો | ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી
2. યોગ,ધ્યાન અને પ્રાણાયામ કરો
યોગ,ધ્યાન અને પ્રાણાયામ તમારી ઊર્જાનું સ્તર વધારવામાં મોટું પ્રદાન કરી શકે છે અને તમારા શરીર અને મનને જરૂરી વિશ્રામ આપીને તમારા પ્રમાદને પણ દૂર કરે છે.
સંશોધન જણાવે છે કે માનસિક તણાવ કે જે પ્રમાદ માટેના મુખ્ય કારણોમાનું એક છે તેને સુદર્શન ક્રિયા નોંધપાત્ર પ્રમાણમાં ઓછો કરે છે.
IBM,ઇન્ડિયાના સીનીયર સેલ્સ ફોર્સ સુહાસિની ભટ્ટાચાર્ય જણાવે છે.”સુદર્શન ક્રિયા અને ધ્યાનથી મારી વિચાર પ્રક્રિયામાં પરિવર્તન આવ્યું છે.મને સમજાયું છે કે મારા પ્રમાદનું મૂળ કારણ મારા વિચારોમાંથી ઉદ્ભવે છે.ધ્યાન અને જ્ઞાનને લીધે મને વિચારો સાથે વહી જવાને બદલે ક્રિયાશીલ બનવામાં મદદ મળી છે.”
બોમ્બે કુલ્ફીના મેનેજિંગ પાર્ટનર પૂનમ શાહ કહે છે,”મને શ્રી શ્રી યોગનો દ્વિતીય સ્તરનો કોર્સ કર્યા પછી એટલું ઊર્જાન્વિત લાગે છે કે હું કોઈ એલાર્મ વગર સવારે વહેલી અને સમયસર ઊઠી જવા માંડી છું. ઉપરાંત, મારી ટકી રહેવાની શક્તિનું સ્તર વધ્યું છે અને હું મારી પ્રમાદની વૃત્તિ ત્યજીને આખા દિવસમાં વધારે કામ પતાવી શકું છું.
3. “હું પ્રમાદી છું” એ લેબલ કાઢી નાંખો
તમે કદાચ બિનઈરાદાથી તમારા ‘લેબલો’ને વ્યાજબી ઠેરવતા હશો.પ્રમાદથી મુક્તિ મેળવવાના પ્રયાસોમાં પોતાની જાત પર લેબલ લગાવાનું ટાળો અને કોઈ પણ માન્યતા બંધાઈ હોય તેને ત્યજી દો. તમને ગુંચવણ થઈ કે કઈ માન્યતા?તમારા મનમાં જે બંધાઈ ગઈ છે તે—“હું પ્રમાદી છું.”પોતાને પ્રમાદી કહેવાનું મન થાય એવી દરેક વખતે પોતાની જાતને રોકો.પોતાને પ્રમાદીનું લેબલ લગાવ્યા કરતા તમારી ઉત્પાદકતા વધે તેવા માર્ગ અપનાવો.
ગુરદેવ શ્રી શ્રી રવિ શંકરજી કહે છે,”પ્રમાદી છું એવું લેબલ કાઢી નાંખવું અગત્યનું છે.જો તેમ નહીં કરો તો તમે એવું જ વર્તન કર્યા કરશો.અને જયારે તમે ખરેખર એ લેબલને તિલાંજલિ આપશો તો તમે અનેક શક્યતાઓ જોશો.બદલાવની શક્યતા,જૂની આદતોને ચાલુ નહીં રાખવાની તક અને નવી સુધારેલી આદતો અપનાવાની શક્યતા.”
4. આયુર્વેદિક ઉપચાર અપનાવો
આયુર્વેદ અનુસાર સુસ્તીનું વધી ગયેલું પ્રમાણ શરીરમાં કફ વધી ગયો હોય તેની સાથે સંકળાયેલું હોય છે. કફ કે જે દરેક માણસના શરીરમાં રહેલા ત્રણ દોષો પૈકીનો એક છે તે ભૂમિ અને જળ તત્વનું સંયોજન છે.
આયુર્વેદિક માલિશ અને ઉપચાર કફ તત્વ ઘટાડવામાં મદદ કરી શકે છે.યોગ,કસરત,પ્રાણાયામ અને ધ્યાન પણ તત્વોના સંતુલનમાં અને પ્રમાદને દૂર કરવામાં મદદ કરે છે.તમારા જે મિત્રો તમને પૂછતા હોય કે કેવી રીતે પ્રમાદ ત્યજી શકાય તો તેમને માલિશ કે આયુર્વેદના અન્ય ઉપચાર દ્વારા કાયાકલ્પ કરાવાનું સુચન રોચક છે.
5. નાના પાયે શરુ કરો
એક નાનો સંકલ્પ લો અને તેને વળગી રહો.તમે આજે માત્ર ૨૦ મીનીટ ચાલવાનું અને તેને આવતીકાલે ૨૨ મીનીટ સુધી વધારવાનું નક્કી કરી શકો.તમે જે કંઈ સંકલ્પ લેવા ઈચ્છતા હોવ તે લો.અને તેને વળગી રહો.તમે કોઈ મિત્ર પણ શોધવાનું પસંદ કરી શકો છો જે તમે કાર્ય પતાવો નહીં ત્યાં સુધી તમને પ્રેરણા આપે.અથવા એવું પણ કોઈ પસંદ કરી શકો છો જેની સાથે તમને મૈત્રીપૂર્ણ સ્પર્ધા કરવાનું ગમશે.એનાથી તમારા આત્મવિશ્વાસનું સ્તર વધશે,તમને સિદ્ધિની એક ભાવના થશે અને તમે આગળના નવા કાર્યો કરવા માટે તૈયાર થશો.
6. આપણે જે આરોગીએ છીએ તેવા બનીએ છીએ
તમે વધારે પડતું પ્રોસેસ્ડ ફૂડ ખાવ છો?શક્ય છે કે પુષ્કળ પ્રમાણમાં શર્કરા લેવાઈ રહી છે.ખોરાકના અનેક ઘટકોમાં રસાયણો અને સંરક્ષકો હોય છે જે તમારા ખોરાકમાં તમારી જાણ બહાર આવી જાય છે અને તમને એક ક્રિયાશીલ આદર્શ વ્યક્તિમાંથી એવા બનાવી દે છે જે માંડ આંખો ખુલ્લી રાખી શકે છે.દા.ત.,ટામેટાનો કેચપ,ચિપ્સ, ક્રેકર્સ,પેકેજ્ડ ફળોના રસ,વિગેરે.
શાણપણ એમાં છે કે તમારા ખોરાકનું ધ્યાન રાખો,તમે તાજો ખોરાક અને પુષ્કળ પોષક તત્વો લો છો તેની ખાતરી કરો અને તમારા પેટને આરામદાયક રાખો.આવા ખોરાકમાં કચુંબર,તાજા શક/ફળના રસ,સૂપ, બરછટ ધાન્ય,વિગેરેનો સમાવેશ થાય છે.
હંમેશા પ્રમાદી કે નિરુત્સાહી લાગવું એ વિટામીન ‘બી’ અને ‘ડી’ ની ઉણપથી પણ હોઈ શકે છે.
ઉપરાંત,તમે રોજ પૂરતું પાણી પીઓ છો તેનું પણ ધ્યાન રાખો.તમને ખ્યાલ ના આવી શકે કે તમને થોડી પાણીની ઉણપ થઇ છે.શરીરમાં પાણી ઓછું થવાથી થાક અને આળસ લાગે છે.
માત્ર આહાર અને પાણીનું ધ્યાન રાખવાથી તમારી ઊર્જાના પ્રમાણમાં જે વધારો થશે તેનાથી તમને આશ્ચર્ય થશે.
સારાંશ
પ્રમાદને કેવી રીતે ત્યજવો તેનો તમને ઉત્તર મળ્યો?પ્રમાદને ત્યજવો અઘરો છે? ના,હવે નહીં.
નિષ્કર્ષ એ છે કે પ્રમાદને શારીરિક સ્વાસ્થ્યની સંભાળ લેવાથી,તમારી મનની સ્થિતિ બદલવાથી અને નાના પાયે સંકલ્પ લઈ શરુ કરવાથી ત્યજી શકાય છે.આ વ્યવહારિક સૂચનોથી તમે તમારી ઊર્જાનું સ્તર વધારી શકો છો,આત્મવિશ્વાસમાં વધારો કરી શકો છો,તમારા લક્ષ્યો હાંસલ કરી શકો છો અને પ્રમાદ તથા સુસ્તીથી છુટકારો મેળવી શકો છો,
ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકરજી અને આર્ટ ઓફ લિવિંગના શિક્ષક ડૉ. પ્રેમા શેષાદ્રીના સૂચનો પર આધારિત











