children and teens yoga meditation session

મેધા યોગ લેવલ 2

માનસિક સ્થિતિસ્થાપકતા પ્રાપ્ત કરો, આત્મ નિયંત્રણ મેળવો, મોટા સ્વપ્ન જુઓ, સલામતી અનુભવો, આદાનપ્રદાનમાંથી શીખો

યોગ્યતા: મેધા યોગ લેવલ 1 કરેલું હોય અને 13+ થી 18 વર્ષની ઉંમર હોય

નોંધણી

તરુણોને કેવી રીતે ફાયદો થાય છે?

મહામારી પછીનો સમય,વય સંબંધિત સમસ્યાઓ અને અનિશ્ચિતતા વચ્ચે તરુણોને લાગે છે કે તેઓ અમારી પ્રક્રિયાઓ દ્વારા કોઈ પણ પડકારનો સામનો કરી શકશે.

icon

સલામતીનો અનુભવ

તરુણોને અહીં સલામતી લાગે છે માટે તેઓ શારીરિક,ભાવનાત્મક અને બૌધિક પરિવર્તનોને અનુરૂપ થવાનું શ્રેષ્ઠ રીતે શીખી જાય છે.

icon

આદાનપ્રદાનમાંથી શીખવાનું

તરુણો પોતાની સમસ્યાઓ વિષે ખુલીને વાત કરતા થાય છે. એટલું જ નહીં પણ તેઓ તેમના મિત્રોના માનસિક કલેશ અને સંઘર્ષો વિષે સાંભળીને પણ શીખે છે.

icon

આત્મ નિયંત્રણ મેળવો

તરુણો પોતાની ભાવનાઓ અને કાર્યો બાબતે શું કરવું તે શીખે છે, તેઓ પોતાના જીવન વિશે જવાબદાર બને છે.તેઓ પોતાનું આત્મ નિયંત્રણ વિકસાવે છે.

icon

મોટા સ્વપ્ન જોવા

તરુણોને કંઇક મોટું, અગત્યનું ધ્યાન આપવા જેવું ના મળે ત્યાં સુધી પોતાનામાં સંપૂર્ણપણે ખોવાયેલા રહે છે.અમે તેમને પ્રેરકબળ પૂરું પાડીએ છીએ.

મેધા યોગ શું છે?

સંશોધનો દર્શાવે છે કે ‘ખુશ રહેતા તરુણો તંદુરસ્ત વયસ્કો બને છે’.પરંતુ ખુશ રહેતા તરુણો ભાગ્યે જ જોવા મળે છે.બાળપણમાંથી તરુણાવસ્થામાં પદાર્પણ પડકારોથી ભરેલું હોય છે જે તેમનો માનસિક તણાવ વધારે છે.એ પડકારો શૈક્ષણિક,પ્રવેશ પરીક્ષાઓ,સમોવડિયા સાથીઓને લીધે ઉત્પન્ન થતા વિવિધ તણાવ અને સંબંધો વિષયક હોઈ શકે છે.

મેધા યોગ લેવલ 2 માં તરુણો પહેલા જે સરળ પ્રક્રિયાઓ શીખેલા હોય છે તેમાં પાવરધા બને છે, ઉપરાંત જ્ઞાન અને ગહેરા ધ્યાન દ્વારા ડર અને રુકવાટોથી ઉપર ઊઠવાનું શીખે છે અને પોતાની વિશિષ્ટ આવડતો વિષે સભાન બને છે. તેઓ સેવા કરવાનો આનંદ, મૌનથી મળતી શાંતિ અને ધ્યાનને લીધે પ્રાપ્ત થતી બૌધિક તીક્ષ્ણતાનો અનુભવ કરે છે. આ કાર્યક્રમ તેમને પોતાની જાત સાથે સ્પર્ધા કરવાની વૃત્તિ વિકસાવવામાં મદદ કરે છે. અન્યો કરતાં બહેતર બનવું એવી ભાવના કરતાં આ વૃત્તિ સાવ વિપરીત છે અને તે તેમનામાં સફળતા માટે જીવનભરનો પાયો સ્થાપે છે.

મુખ્ય આયામો

icon

સેવા

તરુણો સેવામાં જોડાય છે અને તે થકી પોતાની જાતને ઊંડાણથી સમજતા થાય છે તથા પર્યાવરણ અને પોતે જે સમાજમાં રહે છે તેની સાથે મજબૂત રીતે જોડાય છે.

icon

મુદ્રા પ્રાણાયામ

ટૂંકી પરંતુ ખૂબ અસરકારક શ્વસન પ્રક્રિયાઓથી તરુણો પૂરા શરીરમાં ઊર્જાના વધેલા સ્તરનો અનુભવ કરે છે. દરરોજ થોડી મીનીટો માટે આ કરવાથી આભ જમીનનો ફેર પડે છે.

icon

સામૂહિક ચર્ચાઓ

તરુણો પોતાના મંતવ્યો અને ડર નિખાલસતાથી વ્યક્ત કરતા થાય છે અને અન્યોને સાંભળીને સક્રિય રીતે નિરાકરણ શોધતા થાય છે. તેઓ ચીલાચાલુ વિચારસરણીને બદલે કંઇક વિશેષ વિચારતા થાય છે, કલ્પના કરે છે અને પોતાના ખ્યાલોને અમલમાં મુકતા થાય છે.

icon

મૌન અને ધ્યાન

તરુણો આત્મનિરીક્ષણ કરે છે અને પોતાની જે અવિચલિત ચેતના છે તેની સાથે સંકળાય છે. એને લીધે તેઓ પોતાના મંતવ્યોને ઓળખતા થાય છે અને સ્વપ્નોને સમજતા થાય છે.

મેધા યોગ પર સંશોધનો

22%

કામ કરવાની ચોકસાઈમાં વૃદ્ધિ

29%

તંદુરસ્તીમાં સુધારો

69%

ભાવનાત્મક સમસ્યાઓમાં ઘટાડો

67%

ચંચળતામાં ઘટાડો

50%

સમોવડીયા સાથીઓને લીધે થતી સમસ્યાઓમાં ઘટાડો

78%

વર્તણૂકને લગતી સમસ્યાઓમાં ઘટાડો

સ્થાપક

ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર

ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકરે વિવિધ જાતિઓ, પરંપરાઓ, આર્થિક અને સામાજિક સ્થિતિ અને રાષ્ટ્રીયતાના લોકોને એક કર્યા છે. તેમણે તણાવમુક્ત, હિંસામુક્ત સમાજ માટે અભૂતપૂર્વ વિશ્વવ્યાપી ચળવળનું નેતૃત્વ કર્યું છે.

વધુ જાણો

મારે આ કોર્સ કરવો છે પણ…

શું તમે આ પ્રોગ્રામ વિશે વધારે માહિતી આપી શકો છો?

મેધા યોગા પ્રોગ્રામ એ પૂજ્ય ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર દ્વારા રચાયેલી વિશિષ્ટ પદ્ધતિઓ, પૌરાણિક યોગ ક્રિયા અને કસરત પર આધારિત છે. ધ્યાન, યોગા અને શ્વાસોશ્વાસની પ્રક્રિયા જોડે જોડે તરુણ વયના બાળકોને તેમના સંદેહ, સંશય, સીમિત રેખા, ભય, ચિંતા,વ્યથા અને બેચેની પર કાબૂ મેળવીને કઈ રીતે એક સંપન્ન અને આત્મવિશ્વાસથી પૂર્ણ જીવન જીવવું તે પણ શીખવવા માં આવે છે. બાળકો તેઓના મુદ્દાની જાહેર મંચ પર ચર્ચા કરીને એકબીજા -પ્રોગ્રામમાં ભાગ લીધેલ બાકીના સહભગીઓ સાથે એકતા નો અનુભવ કરે છે. સામીપ્ય ભાવ જ છે જે બાળકો ઝંખતા હોય છે અને આ વસ્તુ તેઓને કોર્સ પ્રદાન કરે છે. તેમજ, અધ્યાત્મ અને ભારતીય વારસાનો પરિચય પણ તેઓને કરવામાં આવે છે.

હું કોર્સ માટે હા કહું પછી આગળ શું કરવાનું?

તમારી પાસે એક ફોર્મ ભરાવવામાં આવશે જેમાં તમારા બાળકને લગતી અમુક જાણકારીઓ તમારે લખવાની રહશે. એ થઈ જાય એટલે તમને પૈસા ચૂકવણીનું પૂછવામાં આવશે.બસ,આટલું જ! આના પછી અમે લોકો વોટ્સએપ અને ઇ-મેઇલ દ્વારા કોર્સના સમયને લગતી વળગતી જાણકારી અને સૂચનો માટે તમારી સાથે સંપર્ક માં રહીશું.

બીજો ઓનલાઇન કોર્સ? હું કઈ નક્કી નથી કરી શકતી.

તમારો આ વિચાર અમે પૂરેપૂરી રીતે સમજી શકીયે છીએ. પણ શું એ અમૂલ્ય નથી કે તમારું બાળક સંઘર્ષ રહિત, શાંતિપૂર્ણ,ખુશહાલ અને સફળ જીવન જીવે. આ પ્રોગ્રામ તમારા બાળકને તેઓની ઉંમર સાથે સંકળાયેલી વ્યથા, ચિંતા અને પ્રશ્નો કે જે તમારે જાણતા અજાણતા એમના ઉછેર અને વિકાસમાં અસર કરતા હોય એવા મુદ્દાઓને સાચવીને એમાંથી કઈ રીતે કામ લેવું તે શીખવાડે છે.

શું મારું બાળક પ્રોગ્રામમાં સીધો પ્રશ્ન પૂછી શકે છે?

હા! આ પ્રોગ્રામ પારસ્પરિક છે તેઓના અભિપ્રાય, મંતવ્ય અને નિરીક્ષણ આવકાર્ય છે. અને તેઓની શંકાનું નિવારણ પણ થાય છે.

મારું બાળક અંતર્મુખી છે અને કદાચ તે પ્રોગ્રામની પ્રવૃત્તિમાં ભાગ પણ ના લે. તો શું તેના માટે આ ફાયદાકારક છે?

હા,ચોક્કસ! આ પ્રોગ્રામ ખૂબ જ મોટા પાયે તમારા બાળક માટે ફાયદાકારક નીવડશે. શરમાળ બાળકો પ્રોગ્રામ દરમ્યાન અથવા તો પ્રોગ્રામ પૂર્ણ થયા બાદ તેમના અવરોધો પર કાબૂ મેળવી શકે છે અને આત્મવિશ્વાસથી બોલતા થઈ જાય છે.