banner-sports-excellence-group of girls won prize-meditation

સ્પોર્ટ્સ એક્સેલન્સ પ્રોગ્રામ (SEP)

રમતગમતમાં નિપુણતામાં વૃદ્ધિ

રમતવીરો માટે પ્રેરણાદાયક, ટીમમાં પરિવર્તન

નોંધણી

આ વર્કશોપથી મને શું ફાયદો થશે?

icon

રમતના મેદાન પર અને બહાર વ્યક્તિગત નિપુણતા પ્રાપ્ત કરો

icon

આંતરિક શક્તિ અને આત્મ વિશ્વાસમાં વૃદ્ધિ પ્રાપ્ત કરો

icon

માનસિક અને ભાવનાત્મક સ્થિરતા પ્રાપ્ત કરો

icon

શારીરિક અને માનસિક સ્થિતિસ્થાપકતા તથા સ્વસ્થતા મેળવો

icon

રમતમાં સારા પ્રદર્શન માટેના દબાણને નાબૂદ કરો

icon

એકાગ્રતા તથા માનસિક સ્પષ્ટતામાં વૃદ્ધિ કરો

icon

નિર્ણયાત્મક શક્તિની કુશળતામાં વૃદ્ધિ

icon

ઈજામાંથી ઝડપથી સાજા થઇ શકવું

icon

ટીમ તરીકેના પ્રદર્શનમાં સુધારો

icon

પ્રતિકૂળ સ્થિતિમાં ટકી રહેવાની શારીરિક અને માનસિક શક્તિમાં વૃદ્ધિ

આર્ટ ઓફ લિવિંગની સ્પોર્ટ્સ કાઉન્સિલ વ્યવસાયિક રમતવીરો માટે વિશિષ્ટ સ્પોર્ટ્સ કાર્યક્રમો યોજે છે જે જરૂરિયાતને અનુરૂપ માનસિક નિયંત્રણ અને પૂરતી શારીરિક તંદુરસ્તી અર્થે હોય છે.આ કાર્યક્રમમાં વ્યક્તિગત વિકાસ માટેની પ્રક્રિયાઓ,રમતગમત વિષયક માનસશાસ્ત્રની અદ્યતન કાર્ય પધ્ધતિઓ અને ખૂબ અસરકારક શ્વસન પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે જે રમતવીરોને રમતના મેદાન તથા તેની બહાર નિપુણ પ્રદર્શન માટે પ્રેરિત કરે છે.

આ કાર્યક્રમ શિબિરાર્થીઓને ઊંચા લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે મહેનત કરવામાં સહાય કરે છે કારણ કે આ કાર્યક્રમથી તેમની સંપૂર્ણ ક્ષમતા ખીલે છે,પરિણામે સર્જનાત્મકતા,ઉત્પાદકતા,નિપુણતા અને એક ટીમ તરીકેના પ્રભાવમાં વૃદ્ધિ થાય છે.

ભારતમાં રમતગમતને સમર્થન આપવાના ઉદ્દેશથી આ સ્પોર્ટ્સ કાઉન્સિલ પસંદગીના તથા પારંપરિક મૂળ રમતો માટેના કાર્યક્રમોનું આયોજન કરે છે,વૈશ્વિક રમતગમત પરિષદનું આયોજન કરે છે અને રમતગમતના વિષયમાં વિકાસ અને અભિવૃદ્ધિની શક્યતાઓની સમીક્ષા કરવા વિચારો અને મંતવ્યોનું આદાનપ્રદાન કરે છે.એ કાઉન્સિલ આર્ટ ઓફ લિવિંગના વૈશ્વિક પરિવારમાં પણ ટેકનીકલ નિપુણતાના આદાનપ્રદાનને સુગમ બનાવે છે.

આર્ટ ઓફ લિવિંગના કાર્યક્રમો તરુણોને કેવી રીતે ફાયદા કરી શકે છે?

50%

નિંદ્રાની ગુણવત્તામાં સુધારો

21%

ફેફસાની ક્ષમતામાં વૃદ્ધિ

37%

સારા કોલેસ્ટેરોલના પ્રમાણમાં સુધારો

84%

મગજમાં આલ્ફા તરંગોમાં વૃદ્ધિ

16.5%

બ્લડ પ્રેશરમાં ઘટાડો

13.4%

હૃદયના ધબકારામાં ઘટાડો

સ્થાપક

ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર

ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકરે વિવિધ જાતિઓ, પરંપરાઓ, આર્થિક અને સામાજિક સ્થિતિ અને રાષ્ટ્રીયતાના લોકોને એક કર્યા છે. તેમણે તણાવમુક્ત, હિંસામુક્ત સમાજ માટે અભૂતપૂર્વ વિશ્વવ્યાપી ચળવળનું નેતૃત્વ કર્યું છે.

વધુ જાણો

સુદર્શન ક્રિયા પર સંશોધન

શ્રી શ્રી ઇન્સ્ટિટ્યૂટ ફોર એડવાન્સ્ડ રિસર્ચ (SSIAR) દ્વારા ક્યુરેટ કરાયેલ સંશોધન

33%

6 અઠવાડિયામાં વધારો

રોગ પ્રતિકારક શક્તિ

57%

6 અઠવાડિયામાં ઘટાડો

સ્ટ્રૅસ હોર્મોન્સ

41%

4 અઠવાડિયામાં ઘટાડો

ક્લિનિકલ એન્ઝાયટી

21%

1 અઠવાડિયામાં વધારો

જીવનમાં સંતુષ્ટિ

મારે એ કોર્સ કરવો છે,પણ...

સુદર્શન ક્રિયા™ શું છે?

સુદર્શન ક્રિયા™ એક ખૂબ અસરકારક છતાં સરળ લયબદ્ધ શ્વસન પ્રક્રિયા છે.તે શ્વાસની ચોક્કસ નૈસર્ગિક લયનો ઉપયોગ કરીને શરીર,મન અને લાગણીઓને સંવાદીત કરે છે.

શ્વસન પ્રક્રિયાઓની શરીર અને મન પર શું અસર પડતી હોય છે?

સુદર્શન ક્રિયા™ જેવી શ્વસન પ્રક્રિયા ફેફસાની ક્ષમતામાં વૃદ્ધિ કરે છે અને રુધિરાભિસરણ તંત્રની તંદુરસ્તીમાં સુધારો કરે છે.તેનાથી રમતગમતની પ્રવૃત્તિઓમાં વધારે સારું પ્રદર્શન થઈ શકેં છે.તે શરીરમાં રક્તના લેક્ટેટના પ્રમાણમાં પણ ઘટાડો કરે છે જેનાથી તણાવ સામે સ્થિતિસ્થાપકતામાં વધારો થાય છે અને માનસિક તંદુરસ્તીમાં વધારો થાય છે.પરિણામે તમને રમતગમતના પડકારોનો સામનો કરવામાં અને વધારે સારું પ્રદર્શન કરવામાં મદદ મળે છે.

સુદર્શન ક્રિયા™ વિષે વિજ્ઞાન શું કહે છે?

સુદર્શન ક્રિયા™ આપણી પ્રાણશક્તિ કે જે એક સૂક્ષ્મ ઊર્જા છે અને આપણા જીવન માટે અનિવાર્ય છે,તેને નિર્દેશન છે,નિયંત્રિત કરે છે.તેનો નિયમિત અભ્યાસ મગજની લય,હૃદયના ધબકારા,ઉત્સેચકોની લય અને માનસિક તથા ભાવનાત્મક લય જેવી ઘણી જૈવિક લયને સક્રિય અને સંવાદીત કરે છે.

શું સુદર્શન ક્રિયા™ ફેફસાની ક્ષમતામાં વૃદ્ધિ કરે છે?

સુદર્શન ક્રિયા™માં શ્વાસની અલગ અલગ ગતિનો ઉપયોગ થતો હોઈ ઉદરપટલ મજબૂત બને છે.ઊંડા શ્વાસ અને ઉચ્છવાસ માત્ર તમારા શ્વસનને નિયંત્રિત નથી કરતા પરંતુ તમારી ફેફસાની ક્ષમતામાં વૃદ્ધિ કરે છે અને એનાથી મગજ તરફ રક્ત પ્રવાહમાં વધારો થાય છે જે તમને વધારે એકાગ્ર થવામાં મદદ કરે છે.

શું સુદર્શન ક્રિયા™ મને સારું પ્રદર્શન કરવામાં મદદ કરશે?

સંશોધનોએ સુદર્શન ક્રિયા™ની મગજની ક્રિયાશીલતા પર થતી અસરને અનુમોદન આપ્યું છે.આ ક્રિયાથી યાદશક્તિમાં વધારો,એકાગ્રતાના સમયગાળામાં વધારો,ભાવનાઓ પર નિયંત્રણ અને ઊંચી જ્ઞાન પ્રક્રિયાત્મક અવસ્થા પ્રાપ્ત થાય છે.

રમતવીરો માટે શા માટે ધ્યાન કરવું સારું છે?

રમતની પ્રવૃત્તિની તીવ્રતા જેટલી વધારે,તેટલો શરીર અને મન પર તણાવ વધારે.શરીરિક તાલીમ અને રમતની પ્રવૃત્તિ દરમ્યાન થતા ભાવનાત્મક અને પ્રક્રિયાત્મક તણાવનું શમન કરવામાં ધ્યાન મદદરૂપ નીવડે છે.ધ્યાનનો નિયમિત અભ્યાસ રમતવીરો વધારે એકાગ્ર રહી શકે તે માટે અને જયારે તેમની એકાગ્રતા સૌથી વધુ હોવી જોઈએ તેવા સમયે તેમની રમત પ્રત્યે સજગતા વધારતો સાબિત થયો છે.

    Contact us
    *
    *
    *