સુદર્શન ક્રિયા શીખો

સુદર્શન ક્રિયા શીખવા માટે તમારી નજીકનુ આર્ટ ઓફ લિવિંગ (જીવન જીવવાની કલાનું) કેન્દ્ર શોધો અને જીવન જીવવાની કળાની શિબિરમાં નોંધણી કરાવો. સુદર્શન ક્રિયા ફક્ત શિબિરના વતાવરણમાં, તાલીમ     લીધેલ શિક્ષક દ્વારા, ઓડિયો ટૅપ વાપરીને શીખવાડવામાં આવે છે. જેમાં શ્રી શ્રી રવિશંકરજીના અવાજમાં    તમને સૂચનાઓ મળે છે. બધી વ્યક્તિઓનો સુદર્શન ક્રિયાનો અનુભવ અલગ અલગ હોય છે કારણ કે તે  અંગત હોય છે.

સુદર્શન ક્રિયા શીખવા માટે તમારે નીચેની શિબિરોમા જોડાવાનુ છે:

શિબિરઉમરશિબિરની વિગત
આર્ટ ઍક્સ્સેલ૮ થી ૧૩ વર્ષબાળકોની કુશળતા વધારવા  અને તણાવ મુક્તિ માટે
યુવાનોને સમર્થ  બનાવતી શિબિ (YES)૧૪ થી ૧૭ વર્ષ માટેજીવનમાં કુશળતાઓ વધારતી શિબિર યુવાનો માટે
યુવાનોને સમર્થ અને કુશળ  બનાવતી શિબિ (YES+)૧૮ થી ૩૨ વર્ષનેતૃત્વની કુશળતા વિકસાવવા અને આત્મવિશ્વાસ તેમજ      સંબંધોમા સુધારો કરવા
જીવન જીવવાની કળા  ભાગ-૧૧૮ વર્ષ અને તેનાથી ઉપરસારા સ્વાસ્થ્ય માટેની પ્રક્રિયાઓ, ખુશીમય અને તણાવમુક્ત   જીવન માટે
ઍપેક્સધંધાકીય સ્થાનોધંધાકીય રીતે સફળતા મેળવવા માટે વ્યાપક રીતે વિસ્તરવા અને ઉત્પાદન વધારવા માટે
યુવાનોને નેતૃત્વની તાલીમ આપતી શિબિર (YLTP)૧૮ અને ઉપરગામના યુવાનોને શક્તિશાળી બનાવવા માટે નેતૃત્વની યુક્તિઓ વિકસાવીને સમાજમાં પરિવર્તન લાવવા
  • તમારી ઉમરને લાગતી શિબિર ઓળખો. જીવન જીવવાની કળાની શિબિરો બે માળખામાં આપવામાં આવે છે: છ દિવસ ૨ થી ૩ કલાકો અઠવાડિયા  દરમિયાન, અઠવાડિયાના અંતમા અડધો દિવસ; અને ૩ દિવસના માળખામા, શુક્રવારે સાંજથી રવિવાર    બપોરસુધી.
  • તમારી નજીકનું જીવન જીવવાની કળાનું કેન્દ્ર શોધો અને અનુકૂળ  આવે તેવો શિબિરનો સમય શોધો.
  • જીવન જીવવાની કળાના શિક્ષકને શિબિર માટે નામ નોંધાવવા ફૉન કરો.

સુદર્શન ક્રિયા ઓડિયો અને એમપી૩

જીવન જીવવાની કળાની શિબિરોમાં વિવિધ પ્રકારની ક્રિયા પ્રતિક્રિયા કરનારા સત્રો હોય છે. આ શિબિરો    અનુભવ કરવાની છે. પ્રતિભગીઓ શિબિરની પ્રક્રીયાઓમા% ભાગ લઈને વધારે મેળવે છે. સુદર્શન ક્રિયા કેસેટ પર શીખ્યા પછી, રોજ કરવા માટે સુદર્શન ક્રિયાનું નાનું રૂપ પણ શીખવવામાં આવે છે. ( જે નાની ક્રિયા     તરીકે ઓળખાય છે).

જીવન જીવવાની કળાના શિક્ષકો સમુહમાં સુદર્શન ક્રિયા  શીખવવાની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે આકરી અને વિશાળ તાલિમમાંથી પસાર થાય છે. તમને કોર્સ દરમિયાન શ્રેષ્ઠ અનુભવ થાય એ માટે , ચોક્કસપણે    જીવન જીવવાની કળાના શિક્ષકો તમારી સાથે વ્યક્તિગત વાતચીત કરે છે અને બરાબર રીતે દેખરેખ પુરી પાડે છે.

દરેક વ્યક્તિનો સુદર્શન ક્રિયા નો અનુભવ અલગ હોય છે કારણકે તે ખુબજ અંગત અનુભવ છે.

ભાગ-૧ શિબિર પુરી કર્યા પછી આખી  સુદર્શન ક્રિયા અઠવાડિયામાં એક વખત કરવા માટે  તમારી નજીકનું ફોલોઅપ કેન્દ્ર શોધી કાઢો . જીવન જીવવાની કળાની સુદર્શન ક્રિયા એમપી૩ માળખામાં ઉપલબ્ધ નથી.

તમે સુદર્શન ક્રિયા શ્રી શ્રી રવિશંકરજી ના અવાજમાં કોઈ પણ જીવન જીવવાની કળા ના ફોલોઅપ કેન્દ્ર પર સાંભળી શકો છો. જીવન જીવવાની કળાના શિક્ષક પાસે સમાજના ફાયદા માટે ( નહિ કે  પોતાના વ્યક્તિગત ઉપયોગ માટે) સુદર્શન ક્રિયા ની ઑડિયો ટૅપ ઉપલબ્ધ હોય છે,.એનો અર્થ એ કે  જ્યારે આ શિક્ષકોને સુદર્શન ક્રિયા કરવી હોય ત્યારે તેમણે  પણ ફોલોઅપ કેન્દ્રમાં જવું પડે છે.

આર્ટ ઓફ લિવિંગ બુક સ્ટોરમાંથી વિવિધ પ્રાણાયામ, સૂચિત ધ્યાન અને યોગાસન કરવા માટે તમે વિવિધ  વીડિયો સી.ડી. ખરીદી શકો છો . જેમાં જરૂરી સૂચનાઓ આપેલી હોય  છે .

સુદર્શન ક્રિયા ની ઑડિયો જાહેર વેચાણ માટે ઉપલબ્ધ નથી. આ જ્ઞાન ફક્ત સમાજના ફાયદા માટે બનાવવામાં  આવ્યું છે જે જીવન જીવવાની કળાનાં શિક્ષકો દ્વારા ફેલાવાય છે.

શું સુદર્શન ક્રિયા  સલામત છે?

સુદર્શન ક્રિયા અધિકૃત છે અને તેની ઑડિયો કેસેટ વેચાતી નથી. જો કે તમે સી.ડી. ખરીદી શકો છો જેમાં    વિવિધ પ્રાણાયામ, સૂચિત ધ્યાન અને યોગાસનનો સમાવેશ થયેલો છે. એનું કારણ છે કે આ જ્ઞાન સમાજને   ફાયદો પહોંચાડવા માટે બનાવવામાં આવ્યું છે. જે જીવન જીવવાની કળાના શિક્ષકો દ્વારા ફેલાવવામા આવે છે. સુદર્શન ક્રિયા શીખવવા માટે તેઓ ખૂબ આકરી અને વિશાળ તાલીમમાંથી પસાર થાય છે. જીવન જીવવાની કળાના શિક્ષક વ્યક્તિગત રીતે  કોઈ ચોક્કસ માર્ગદર્શન માટે શિબિરાર્થી સાથે સંવાદ કરશે અને બરાબર દેખરેખ પુરી પાડશે. જીવન જીવવાની કળા ની સુદર્શન ક્રિયા એમપી૩ માળખામાં ઉપલબ્ધ નથી.

જ્યારે તમે શિબિર માટે નામ નોંધાવો છો, ત્યારે  જીવન જીવવાની કળાના શિક્ષકને તમારા સ્વાસ્થ્યની પરિસ્થિતિ વિશે જણાવો. (અગર કોઈ ગર્ભવતી, ઉચ્ચ રક્ત ચાપ, માનસિક અવ્યવસ્થા હોય તો) જીવન જીવવાની કળાના   શિક્ષકો તમને સ્વાસ્થ્ય ની પરિસ્થિતિ અનુસાર ચોક્કસ માર્ગદર્શન પૂરું પાડશે.