આજકાલ યુવાવર્ગમાં કમર નો દુઃખાવો હોવો ખૂબ જ સામાન્ય થઈ ગયું છે (બેસવા ઉઠવાની ખોટી રીત અને ઓફીસ માં લાંબાગાળા સુધી બેસી રેહવના કારણે) પરંતુ એક તરફ ના દુઃખાવાનો તાળો મેળવવો અઘરું છે. અમુક લોકો ને સતત ઝણઝણાટી થતી રહેતી હોય છે જ્યારે કોઈક નું કેહવુ એવું છે કે દર્દ થોડી વાર રહે અને થોડી વાર માં મટી જાય ફરીથી દર્દ શરૂ થવાનું હોય તે પેહલા. ચાલો એક જ બાજુ ના કમર ના દુઃખાવા પર વિસ્તૃત માં જાણીએ.
એક બાજુ ના કમર ના દુઃખાવાના કારણો
કોઈ એક ડાબી કે જમણી બાજુ ની પીઠ ના દુઃખાવા ના કારણો માં આવે છે:
- ઇજા
મુખ્યત્વે મોટી ઉંમર ના લોકો માં આર્થરાઇટિસ – સંધિવા અને હાડકા ની ઓછી ઘનતા ને કારણે થતી નાની મોટી ઇજા ની ચિંતા રહેતી હોય છે.
- અતિશય કસરત
ખૂબ જ કસરત કે ખેલકૂદ કરવાથી સ્નાયુઓ નબળા પડે છે ફાટી જાય છે જેનાથી ડંખ લાગ્યો હોય તેવો દુઃખાવો થાય છે.
- સ્નાયુઓ/પેશીઓ ને કારણે
બેઠાડુ જીવન, નહિવત હલનચલન, લાંબા સમય સુધી બેસી રેહવાનાં કારણે સ્નાયુ/સાંધા જકડાય ગયેલા હોય છે જેના કારણે એક તરફી પીઠ નો દુઃખાવો સર્જાય છે.
- આંતરિક સમસ્યાઓ
ક્યારેક નબળુ પાચનતંત્ર, કિડની માં ચેપ, કિડની માં પથરી ના કારણે એક તરફી કમર નો દુઃખાવો થઈ શકે છે. વાસ્તવિક સમસ્યા જાણવા મટે બાકી ના લક્ષણો ઉપર પણ ધ્યાન આપવું અતિ આવશ્યક છે. મહિલાઓ માં એન્ડોમેટ્રીઓસિસ અને માસિક સ્ત્રાવ ની અસંગગતા ના કારણે પણ નીચેના ભાગ ની કમર માં દર્દ થાય છે.
- ગર્ભાવસ્થા
સ્ત્રીઓ ને ગર્ભાવસ્થા દરમ્યાન વજન માં થતાં વધારા ના કારણે પેટ ના સ્નાયુઓ નબળા પડી જાય છે જેના કારણે કરોડરજ્જુ ના ટેકા માં શરીર સમાધાન કરે છે. તદુપરાંત અલગ અલગ (સ્ત્રાવ) હોર્મોન્સ માં થતાં રહેતા બદલાવ ના કારણે એક તરફ નો પીઠ નો દુઃખાવો થાય છે.
દુઃખાવાની સારવાર કેવી રીતે કરવી?
દુઃખાવા થવાના કારણો તો ઘણાં બધાં છે પરંતુ તેનું ઉદગમ બિંદુ/અંશ શોધવો ખૂબ જ જરૂરી છે.દાખલા તરીકે, સાયટિકા નું દર્દ ચેતા તંતુઓ ના સંકોચન ના લીધે થાય છે તેમાં બળતરા તો કમર ની નીચેના ભાગ માં થાય છે પરંતુ તે પગ તરફ વળે છે.
શારીરિક તપાસને લાગતા ઘણાં ખરા પરીક્ષણો જેવા કે એક્સ રે, બોન (હાડકા) સ્કેન, અલ્ટ્રાસાઉન્ડ, એમ આર આઇ સ્કેન -( મુખ્યત્વે મગજ કરોડરજ્જુ સાંધા આંતરિક અવયવો ની તપાસ માટે) અને લોહી ની તપાસ કરી ને ખરું કારણ જાણી શકાય છે.અલબત તબીબી મદદ તમને દર્દ ના મૂળ કારણ સુધી લઈ જાય છે પરંતુ કમર નો દુઃખાવો ગયો કે નહિ તેની એકદમ સચોટ રીતે ખાતરી કરવા આ ઘરેલુ નુસખા જરૂર અપનાવજો:
- તમારા શરીર ને સાંભળો
ઘડીએ ને પડીએ તમારું શરીર તમને સંદેશો મોકલતું રહે છે – આરામ માટે , જમવા માટે, કસરત કરવા માટે વગેરે. આ સંદેશાઓ ની અવગણના ના કરતા. જો તમે એકધારું, પીઠ ના દુખાવા ને સંલગ્ન યોગ કરો છો તો તમારા દર્દ ની હાલત માં સુધારો થવાની પૂરેપૂરી ખાતરી છે. તેમ છતાં પણ જો તમને અનુકૂળ નથી લાગતું તો બંધ કરી દેવાનું.
- જીવનશૈલી માં સકારાત્મક બદલાવ લાવો
અનુશાસન નો માર્ગ જીવન માં કોઈ પણ સમસ્યા નો ઉકેલ લાવી શકે છે. પીઠ ના દુઃખાવા માં રાહત માટે તમારા માટે કઈ કસરત ફાયદાકારક છે તે સમય લઈ ને સમજો અને જાણો અને તેના આધારે સાથે સાથે આહાર માં પણ ફેરફાર કરો ક્યારેક જે ખોરાક લીધો હોય તેના કારણે પણ ડાબી બાજુ ઉપર ની પીઠ નો દુઃખાવો સર્જાતો હોય છે તેથી પૌષ્ટિક આહાર ને જીવન માં શામેલ કરવું જરૂરી છે.
- ગેલંગલ મૂળિયા
એક ઔષધિ જે બળતરા શાંત કરવાના ગુણધર્મો માટે જાણીતી છે તે ગેલંગલ રુટ છે. ચા બનાવતી વખતે મૂળને ઉકાળો, ગાળી લો અને મિશ્રણનું સેવન કરો. તેનો બે વાર ઉપયોગ કરવાથી તમને એકતરફી કમરના દુખાવામાં ઝડપથી રાહત મળે છે.
- તમારી કરોડરજ્જુ નું ધ્યાન રાખો
એવી કોઈ પણ પ્રવૃત્તિ જેનાથી કરોડ રજ્જુ નબળુ પડી શકે છે તેવા કામ કરવાનું ટાળો. જેવું કે, ભૂખ કરતા વધારે ખાવું, ધૂમ્રપાન, સુસ્તી વગેરે. એક તંદુરસ્ત કરોડરજ્જુ તમારા હાડકા ને પણ મજબુત રાખશે અને સ્નાયુઓ ને પણ લવચિક રાખશે.
- ઠંડુ અથવા ગરમ થેરાપી
તમારા પીઠ ના દુઃખાવાની પ્રકૃતિ ના આધારે આ ઉપચાર નો પ્રયોગ કરવો. જો સ્નાયુઓ માં સોજો હોય કે સ્નાયુઓ જકડાય ગયા હોય તો ગરમ શેક કરવો અને જો બળતરા થતી હોય તો ઠંડો બરફ નો પેક લગાવવો.
- સજગતા અને ધ્યાન
માઇન્ડફુલનેસ અને ધ્યાન અસરકારક રીતે આપણને વર્તમાન ક્ષણ માં આપણી અંતરાત્મા નો અવાજ સાંભળવા સજગ કરે છે. નિયમિત રૂપે ધ્યાન દ્વારા તમે તમારા પોતાની માનસિક અને શારીરિક હાલત ને પ્રભારી બનો છો. ધ્યાન તમને જાત સાથે સકારાત્મક વાતચીત (સંબંધ) શરૂ કરવામાં મદદરૂપ બને છે જેનાથી તમારા દર્દ ની પરિસ્થિત માં સકારાત્મક પરિવર્તન આવે છે. માઇન્ડફુલનેસ – સજગતા આપણા સ્વાસ્થ્ય માટે સર્વશ્રેષ્ઠ શું છે તેના પર આપણું ધ્યાન દોરી જાય છે. અનુકૂળ બુટ (જૂતા /પગરખાં) , સાચી મુદ્રા, સરખો આરામ વગેરે આ બધું તમારા માટે પ્રાધાન્ય બને છે.
દવાઓ જેવી કે દુઃખાવા ને મારી નાખે તેવી કે પછી બળતરા વિરોધી દવાઓ મૂળભૂત દુઃખાવો દબાવી દેવા માટે કામ તો કરી શકે છે પરંતુ ઉપરોક્ત દર્શાવેલા રસ્તાઓ થી કુદરતી રીતે દુઃખાવા માં રાહત મળે છે અને તમારા દષ્ટિકોણ માં સકારાત્મકતા આવે છે.