કરોડરજ્જુ ની નીચેનો ભાગ આખા શરીર નો આધાર છે અને જો તેમાં ઇજા કે લાંબા સમયગાળા માટે કમ્પ્યૂટર પર પસાર થતા સમય ને કારણે કોઈ ખામી સર્જાય તો આખા શરીર પર તેની અસર થાય છે. એવું કેહવાય છે કે દર ૧૦૦માંથી ૮૦ માણસો તેમના જીવનકાળ માં કમર ( પીઠ ની નીચેનો ભાગ) ના દુખાવા કે ઇજાથી પીડાય છે. આનો સામનો કરવા માટે આપણે યોગા ની મદદ લઈ ને કરોડરજ્જુ ને કુદરતી રીતે મજબૂત બનાવી શકીએ છીએ.

કમર ના દુખાવા માટે ના આસન

ચાલો જોઇએ કે કઈ રીતના નીચેની કમર ના દુખાવા માટે રોજ કરવામાં આવતી કસરત અને યોગાસન થી આપણે સહેલાઈથી અને કુદરતી રીતે મજબૂત અને સ્વસ્થ બની શકીએ છીએ.

1. ધનુરાસન

Dhanurasana - inline

આ આસન થી પેટ ના સ્નાયુઓ અને પીઠ ની નીચેનો ભાગ મજબૂત બને છે. સાથે સાથે આખી પીઠ ને લચીલી રહે છે.

2. નટરાજાસન

Natarajasana - inline

આ આસન કેડ અને પૃષ્ઠ/ નિતંબ ( હિપ્સ) તેમજ પેટ ના સ્નાયુઓ ખેંચાણ લાવે છે, કરોડરજ્જુ ને નરમ (ફ્લેક્સિબલ) રાખે છે.

3. સેતુ બંધાસન

Setu Bandhasana - inline

આ આસાન નીચેની કરોડરજ્જુ મજબૂત બનાવે છે અને કમર ના દુખાવા માં રાહત આપે છે.

4. મતસ્યાસન

Matsyasana- inline

આ આસાન થી પીઠ ની નીચેના ભાગ માં તાણ હળવું થાય છે અને થાપા માં લોહી નું પરીભ્રમણ થાય છે.

5. નૌકાસન

Naukasana - inline

આ આસન પેટ ના સ્નાયુઓ તેમજ પીઠ મજબૂત કરે છે.

6. માર્જરીઆસન

Yoga Cat stretch (Marjariasana) inline


આ આસન પીઠ ની ઉપર અને નીચેનો ભાગ માં ખેંચાવ આપે છે અને આખી કરોડરજ્જુ ને મરડ બનાવે છે.

કઢંગી રીતે ઊભા રહેવું કે ખભા ઉતરી ને બેસવું, કમર ને પાછળ નમાવી ને બેસવું આ દરેક રીત કમર ના દુખાવા માં મોટો ફાળો આપે છે. આવી રીતના માત્ર બેસવાથી નહિ પરંતુ ચાલવાથી , ઊભા રેહવાથી કે સુતી વખતે પણ બેડોળ રીતે શરીર રાખવાથી સ્નાયુઓ નબળા પડી જાય છે જેનાથી કમર માં દુખાવો થાય છે. નીચે આડા થઈ ને બેસવાનું ટાળો અને પીઠ ને જુકાવી/નમાવી/(બાહર કાઢવી) ને ચાલવાનું ટાળો.

તમારા કાર્યસ્થળ પર એવી ખુરશી વાપરો જેમાં તમારી પીઠ ને વ્યવસ્થિત ટેકો મળે અને ટટાર બેસો પગ જમીન ને અડવા જોઈએ એ રીતે. તદુપરાંત, દર એક કે બે કલાકે ઊભા થઈ ને ચાલો. આનાથી પીઠ નો તણાવ ખેંચાવ દૂર થઈ જશે અને પગ ના સ્નાયુઓ ને ખેંચાણ માં મદદરૂપ બનશે તેમજ આંખ ને આરામ મળશે. ઓફીસ યોગા કરવાથી દુખાવો પણ ઓછો થશે અને અને કામ કરવામાં અનુકૂળતા રહે છે.

વધુ સારા પરિણામ માટે આસન ના અભ્યાસ પછી ૨૦ મિનિટ ધ્યાન કરવાની ખૂબ જ ભલામણ કરીએ છે. ધ્યાન થી મન શાંત રહે છે, એકાગ્રતા માં વધારો થાય છે અને કાર્ય માં ઉત્પાદકતા વધે છે.

બીજી શારીરિક પ્રવૃત્તિઓ જેવી કે તરવું (સ્વિમિંગ) , નિયમિત ચાલવું આ બધા થી પીઠ ના દર્દ માં રાહત મળે છે. તરવાથી તમરી આખી પીઠ મજબૂત થાય છે ખાસ કરીને જ્યારે તમે બેકસ્ટ્રોક અને ક્રોલ સ્ટ્રોક કરો છો. તો ૩૦ મિનિટ સુધી રોજ તરવાથી પીઠ નો દુખાવો દૂર થાય છે. નિયમિત રૂપે ચાલવાથી પણ પીઠ મજબૂત બને છે. ચાલવું એ તો સર્વ શ્રેષ્ઠ કસરત ગણવામાં આવે છે. જમ્યા પછી ૫ – ૧૦ મિનિટ ચાલવું પણ શરીર માટે સારું છે. અને હા  હવે જ્યારે પણ ચાલવા માટે બાહર નીકળો ત્યારે ટટાર રહી ને સીધા ચાલવાનું યાદ રાખજો.

મેદવસ્તી ના કારણે કરોડરજ્જુ પર વજન આવે છે અને તેનાથી ઇજા કે દુખાવા થવાની શક્યતા વધી જાય છે. તો પૌષ્ટિક આહાર  આરોગવા ની ટેવ અપનાવવી પણ એટલી જ અગત્ય છે. વધુમાં, આસાન ના નિયમિત અભ્યાસ સાથે સાથે  આયુર્વેદિક જીવનશૈલી કેળવવાથી પીઠ ના દુખાવા ને ઓછો કરવાની પ્રક્રિયા ઝડપી બનાવવા મદદરૂu બને છે.

આ દરેક આસન અને કસરત ખૂબ જ લાભદાયક હોવા છતાં પણ  તમામ લોકો કે જેમને પીઠ માં કોઈપણ ઇજા કે સ્લીપ ડિસ્ક છે તેઓને સલાહ આપવામાં આવે છે કે આમાંથી કોઈ પણ યોગા, કસરત /પોઝ કરતા પેહલા તેમના ડોક્ટર નો અભિપ્રાય ચોક્કસ લેવો.

યોગાભ્યાસ શરીર અને મન નો વિકાસ કરી ને ઘણા ખરા શારીરક ફાયદા લાવે છે તેમ  છતાં યોગા એ દવાઓ નો વિકલ્પ નથી. આ યોગ ની કોઈપણ મુદ્રા શીખવી હોય કે અભ્યાસ કરવો હોય તો તે એક પ્રશિક્ષિત શ્રી શ્રી યોગા શિક્ષક ની દેખરેખ હેઠળ કરવું ખૂબ જ આવશ્યક છે. કોઈપણ પ્રકારની તબીબ/સ્વસ્થ્ય ને લગતી પરિસ્થિતિ માં ડોક્ટર તેમજ શ્રી શ્રી શિક્ષક ની સલાહ લીધા પછી  જ અભ્યાસ કરવો. તમારા નજીક ના આર્ટ ઓફ લિવિંગ સેન્ટર માં  શ્રી શ્રી યોગા પ્રોગ્રામ શોધો. શું તમને કાર્યક્રમ વિશે વધુ માહિતી જોઈએ છે? અથવા પ્રતિસાદ શરે કરો. અમને info@srisriyoga.in પર લખો.

    Wait!

    Don't leave without a smile

    Talk to our experts and learn more about Sudarshan Kriya

    Reverse lifestyle diseases | Reduce stress & anxiety | Raise the ‘prana’ (subtle life force) level to be happy | Boost immunity

     
    *
    *
    *
    *
    *