સમગ્ર દુનિયા માટે આ વર્ષ ભારે અઘરું રહ્યું છે. આવનારી પેઢી આ બાબતે જોરશોર થી જુબાની આપશે. આ મહામારી/રોગચાળા ની શરૂઆત થતાં પરીક્ષાઓ રદ થઈ અને વેકેશન સમય કરતાં વહેલા જાહેર કરી દેવામાં આવ્યા જે વિદ્યાર્થી વર્ગ ની નજર માં શુભ શરૂઆત હતી! પરંતુ જેમ.જેમ અઠવાડિયાઓ/હફતાઓ વીતતાં ગયાં તેમ તેમ બાળકો પોતાને ઘર ની અંદર બાંધેલા અને મિત્રો તેમજ પરિજનો થી અલગ થતા જોવા લાગ્યા.
આવી પરિસ્થિતિ માં, વાલીઓ પણ અંશત: દિલગીર અને કાંટાળા ના લીધે બાળકો ને થતી આડઅસરો ના ડર થી બાળકો ની ધૂન અને ઇચ્છાઓ પૂરી કરવામાં જ માનવા લાગ્યા. તેથી માતાપિતા એ બાળકો ને “ભેટ” માં અમર્યાદિત સ્ક્રીન જોવાનો સમય આપ્યો. કલાકો ના કલાકો યુ ટ્યુબ YouTube પર સર્ફીંગ કરવાનું, ઈચ્છા પડે તેવી કમ્પ્યૂટર માં ગેમ્સ ડાઉનલોડ કરવાની અને મોડી રાત સુધી ફિલ્મો અને સિરિયલો ને શ્રેણી જોયા કરવાની જેથી કરી ને દિવસની દરેક ક્ષણ રોમાંચિત બની રહે કંટાળો ના આવે.
ખરો પ્રશ્ન પૂછવાનો એ રહ્યો કે શું તેઓ આ બધું કર્યા પછી પણ અંતે ખુશ હતા?
કદાચ એકાએક , પણ મુખ્યત્વે લોકડાઉન વખતે, પેહલા કરતા પણ વધારે બેચેન, ચિડિયા અને ખૂબ અપેક્ક્ષાયુકત બની ગયા.
આવા રોગચાળા ના સમય દરમ્યાન બાળકોને શાંત પાડવા અને તેમનો ખરો ઉત્સાહ શોધવામાં શું મદદમાં આવી શકે છે? થોડી શાંતિનો આત્મનિરીક્ષણ કરવાનો સમય અજમાવી જોવો – ધ્યાન બાળકોને ખુશ અને સ્થિર રહેવામાં મદદ કરે છે – મહામારી/રોગચાળાના સમયમાં પણ.
ધ્યાનના વિષય માટે તમારા બાળકોના વિચારોને કેવી રીતે સંબોધિત કરવા
-
ધ્યાન તો વૃદ્ધો, મમ્મીઓ માટે છે, હું તો હજી જુવાન છું!
ધ્યાન માટે પહેલેથી એક માન્યતા બંધાયેલી છે કે ધ્યાન કરવું છે દૂર જંગલ માં કોઈ ઋષિમુનિ મંત્રો જાપ કરે. પરંતુ હવે એવું નથી રહ્યું, હવે તો દુનિયાભર માં યુવાનો પણ ધ્યાન ની પદ્ધતિ ને સ્વીકારે છે. ઉદાહરણ તરીકે જોઇએ તો રમત ગમત માં એકાગ્રતા વધારવા માટે એક કસરત તરીકે અપનાવેલ છે.
“એકદમ કડક/સખત તાલીમ સત્ર ના અંતે મારા પુત્ર ના કોચ તેઓ ને થોડા યોગાસન અને ધ્યાન કરાવડાવે છે” – કેહવુ છે અદિતિ નું (નામ બદલ્યું છે), ૮ વર્ષ ના ઈશાન(નામ બદલાયું છે) ની માતા.
તમે ટોચ ના ખિલાડીઑ ને પણ કહેતા સાંભળશો કે કઈ રીતના ધ્યાન ની મદદ વડે તેઓ રમત ની કટોકટી ભરી પરિસ્થિતિ માં ઓન શાંત અને એકાગ્રચિત્ત બની રહ્યા. ઉચ્ચ કક્ષાં ના સંગીતકારો પણ તેઓ ના મહત્વ ના મોટા મોટા અભિનય ના પ્રોગ્રામ માં જતા પહેલા પહેલા થોડો સમય ધ્યાન માટે નીકાળે છે.
Know these 10 myths about meditation which are not true.
-
એમાં ઘણો સમય લાગે છે
માર્ગદર્શિત ધ્યાન માત્ર 20 મિનિટ નું જ હોય છે. જો. આ પણ વધરેંગતું હોય તો બાળકો 5 મિનિટ થી પણ ચાલુ કરી શકે છે. જોકે તેઓ નઈ સ્વીકારે, પરંતુ બાળકો ના મગજ પણ ભીડ અને ઘોંઘાટ થી દુર થવા થોડી જગ્યા અને સમય ની જરૂર હોય છે જેથી તેઓમાં પુન: શક્તિ નો સંચાર થાય શકે.
બાળકો અને ધ્યાન ના અમુક તથ્યો
- એવા બાળકો કે જેઓ ને ધ્યાન ની ખૂબ જ જરૂર છે ( ડાહ્યા કે તોફાની બંને) તેઓ મોટે ભાગે એનો પ્રતિકાર કરશે.
- બાળકો આદતો ના જીવ છે, જો તમે શરૂઆત માં અવરોધો માંથી પસાર થવામાં તેઓની મદદ કરશો, તો થોડા સમય પછી બાળકો પોતે જ પોતાની જાતે ધ્યાન ની ટેવ ની પાલન કરશે.
- ઘણા બાળકો શું અનુભવી રહ્યા છે તે વ્યક્ત નથી કરી શકતા, તો તમે નિરાશ નહિ થતાં કે જેવી અપેક્ષા તમને હતી એવો અનુભવ તમારા બાળક ને નથી થઈ રહ્યો. ધ્યાન થી તેઓ વધુ સંચાર અને અભિવ્યક્ત કરતાં થઈ જશે.
- જેમ જેમ બાળકો મોટા થશે તેમ તેમ તમારી બધી સારી સાચી સલાહ નો પ્રતિકાર કરશે. તેઓ ને સૂચનો આપવાની બદલે તેમને સાંભળો અને તેમની પાસેથી શીખો. તમને તમારા બાળક ના સર્જનાત્મક વિચારો થી આશ્ચર્ય થશે. જ્યારે તમારા સંતાન ને ખબર પડશે કે તમે માતા પિતા તરીકે તેઓ ને સમજવા પ્રયત્ન કરો છો ત્યારે તેઓ ને ઉપયોગી અને ઘર માં સમાવિષ્ટ હોવાનો અનુભવ થશે, જે તમારા જ સંબંધ ને તમારા બાળક સાથે ગાઢ બનાવે છે. આ જ વસ્તુ ધ્યાન દ્વારા મેળવી શકાય છે.
-
આ કંટાળાજનક છે
આ તો ખરેખર તમારા બાળક ની પોતાની સાથે પોતાની જાતે સમય પસાર કરવાની અસમર્થતતા પર એક ટિપ્પણી છે. બાળકો નિયમિત રૂપે બાહ્ય ઉત્તેજના મળતી રહે તેવા સ્રોત જેમકે ટીવી, કમ્પ્યૂટર ગેમ્સ માં રચ્યાપચ્યા હોય છે. તેઓ ને પોતાના વિચારો નીરસ લાગે છે. એટલા માટે ધ્યાન કરવામાં તેઓ ને કંટાળો આવે છે. નાના નાના સત્ર થી શરૂઆત કરો એટલે તેઓ ને આદત પડી જશે પછી કંટાળો નઈ આવે.
“મારો પુત્ર કહે છે કે ધ્યાન કર્યા પછી તેને ખાલીપણું લાગે છે” -૯ વર્ષ ના બાળક ની ચિંતિત માતા શ્રુતિ (નામ બદલાવેલ છે) આ ધ્યાન નું સૌપ્રથમ પગલું છે.અહીંયા શ્રુતિ એ સમજી નથી શકતા કે “ખાલીપણું” ખરેખર તો મન ને આરામ આપે છે. વિશ્રામ, ધ્યાન નું એક સીમાચિન્હ છે.
-
મને ધ્યાન નો કોઈ ફાયદો નથી દેખાતો
બાળકો માં ધ્યાન ના વિવિધ ફાયદાઓ છે. જોકે તે તુરંત જ દેખાય નથી આવતા પરંતુ તમારા બાળક ના વ્યક્તિત્વ ઉછેર માં અસરકારક તફાવત બને છે. બાળકો ઉછેર ના તબક્કા માં છે તેની દરેક સ્તર પડકારો અને અનુભવો આવતા હોય છે. પછી જેમ તેઓ કિશોરાવસ્થા માં પહોંચે છે અને અણધારી પરિસ્થિતિઓ અને બદલાતી ભાવનાઓ ની ક્ષણો નો સામનો કરે છે તેમ તેમના માટે મુશ્કેલી વધે છે. ધ્યાન આવી પળો માં શાંતિ પ્રસ્થાપિત કરવા અને તેઓની તૂટેલી ચેતના ને સ્થિર કરવા માટે મદદરૂપ છે. ખાસ કરીને હાલ ની પરિસ્થિતિ કે જેમાં દુનિયા આખી રોગચાળા ની મહામારી ની અણધારી પરિસ્થિત માં છે ત્યારે તો ધ્યાન ચોક્કસ ફાયદાકારક છે.
લોકડાઉન પછી બાળકો માટે ધ્યાન ના સેશન ના ફાયદા.
- મન ની વ્યવસ્થિત રચના થાય છે: બાળકો ચિંતાતુર હોય છે કે તેઓ ને કે પછી તેમના માતા પિતા ને કોરીના વાયરસ લાગી શકે છે. અનીશ્વિતતા ના કારણે લોકોના મન માં રહેલી ચિંતા ને પણ બાળકો મહેસુસ કરી / સમજી શકે છે. ધ્યાન આવા પ્રકાર ના ભય ને બાળકો થી દુર રાખે છે.
- બાળકો ને વધુ વિચારશીલ અને ગણનાપાત્ર બનાવે છે: ધ્યાન બાળકો ને એવા વંચિત વર્ગ કે જેઓ સાવચેતી ના પગલે દિવસ માં થોડા થોડા સમયે હાથ ધોવા નું વૈભવ પણ પરવડી ના શકતા હોય તેવા લોકો માટે વિચારતા શીખવે છે.
- આત્મસન્માન અને આત્મવિશ્વાસ વધે છે: તેઓ ના રોજીંદી પ્રવૃત્તિઓ થી વંચિત રહ્યા પછી ધ્યાન દ્વારા બાળકો નવા વાતાવરણ માં આરામ થી રહી શકે છે.
- ખરાબ વર્તન અને આક્રમકતા ને રોકે છે: વર્તમાન રોગચાળા નો સમય બાળકો ને મન ઇચ્છિત પ્રતિક્રિયા અને વર્તન કરવા પ્રેરે છે. યોગ – ધ્યાન તેમને સ્વચ્છ અને સુરક્ષિત વિશ્વ તરફ દોરી જવા મદદરૂપ છે.
- એકાગ્રતા અને યાદશક્તિ વધારે છે: ઓનલાઇન ભણવાની પદ્ધતિ ના કારણે, બાળકો પર પોતાની જાતે શીખવાનું દબાણ પહેલા કરતા વધુ છે જેમાં એકાગ્રતા માટે ધ્યાન મદદરૂપ બને છે.
- આંતરિક આવડતો માં સુધારો થાય છે: આટલા બધા મહિનાઓ સુધી ઘર માં ગયેલા રહવાના લીધે બાળકો અચાનક જ બહાર નીકળી ને સામાજિક મેળાવડા માં જવું સરળતા નથી હોતું. ધ્યાન તેઓ ને ખચકાટ વિના નાના, મોટા અને વડીલો સાથે વાતચિત કરવામાં સહાયક છે.
તમારા બાળક ને ધ્યાન કેવી રીતે શીખવવું
-
તમારા બાળક ને જાણો
તમારી સંતાન ના સ્વભાવ ને અનુરૂપ કામ કરો. આ કામ બીજા કોઈ યોગ્ય રીતે નહિ કરી શકે કેમકે તમે તમારી સંતાન ને વધુ સારી રીતે જાણો છો. ઉદાહરણ તરીકે, તમે તમારા ૮ વર્ષ ના રમતિયાળ પુત્ર ને એક જ જગ્યા એ ૨૦ મિનિટ સુધી શાંતિ થી બેસવાનું નહિ કહી શકો. આ તો તમારી હાર તમે જાતે ઊભી કરો છો.
જો તમારુ બાળક શાંતિ પ્રિય છે તો તેને ધ્યાન વડે મૌન નો અનુભવ કરાવો. જો તેને બોલવા સાંભળવામાં દિલચસ્પી છે તો તેને પૂજ્ય ગુરુદેવ ના માર્ગદર્શિાત ધ્યાન ચાલુ કરી આપો. પૂજ્ય ગુરુદેવ નો મધુર અવાજ તેમને સુખદ લાગશે.
જ્યારે તમે સંગીત, ધ્યાન, શ્વાસ ની કસરતો નો સમન્વય કરી ને તમારા બાળકો સામે પ્રસ્તુત કરો તો સફળતા ની શક્યતાઓ વધી જાય છે.
-
સત્ર / સેશન નાનું અને સરળ રાખો
જ્યારે તમે સૌપ્રથમ વાર તમારા બાળકો સામે ધ્યાન નો વિષય પ્રસ્તુત કરતાં હોવ છો ત્યારે તો આ ખાસ સાચું છે.
- ૫ મિનિટ ના બેઠક થી શરૂઆત કરો.
- વધુ પડતી આગેવાની, બાળક નું આકંન અને સૂચનો ના આપશો.
- “૫ મિનિટ માટે હું ઈચ્છું છું તું તારા વિચારો ખાલી/બંધ કરી દે” આવા સૂચનો આપવાનું ટાળો.
- તેઓ (બાળક) જેવા છે તેમ રહેવા દો.
-
વહેલી સવારે શરૂ કરો
સામાન્ય રીતે, ધ્યાન માટે આદર્શ સમય વહેલી સવારનો છે જ્યારે બાળકો તાજા અને સક્રિય હોય છે. આ સમયે બીજા કોઈ વિક્ષેપો નથી હોતા એટલા માટે તમે તમારી સંતાન નું ધ્યાન તમારા તરફ ખેચી શકો છો. હકિકત માં તો લોકડાઉન ના કારણે આપણ ને બાળકો સાથે વધુ ને વધુ સમય પસાર કરવાની તક મળી છે. અને ભલે તેને હટાવી લેવામાં આવ્યું છે તો પણ ગતિવિધિઓ માં પ્રતિબંધ ના કારણે બાળકો ને ધ્યાન તરફ ડાયરી જવાનો ઉલટો વધુ અવકાશ છે.
-
તેમને શું ન કરવું એના કરતાં શું કરવું જોઇએ તેની સૂચિ આપો
તેમને સતત સક્રિય રેખવા કે આંખો ખોલવાની સલાહ આપ્યા કરતા કંઇક કરવાનું કેહવુ વધુ સરળ છે. દાખલા તરીકે, તમે આવું પણ કહી શકો છો, “ તમારા શ્વાસોશ્વાસ પર ધ્યાન આપો, ઊંડા શ્વાસ લો અને ધીરે ધીરે શ્વાસ છોડો”. આવું કેહવાથી તમારા બાળક ને એક સહભાગી હોવાની લાગણી થશે. અને એક વાલી તરીકે તમે તમારા બાળક ને ધ્યાન કરવા માં શારીરિક રીતે બેસાડવામાં તો જીતી જ ગયા છો પછી માનસિક સ્તરે પણ જીતી જ જશો.
-
તેમના ધ્યાની બંધુ/સખા/મિત્ર બનો
આજકાલ બાળકો ને તેમના યંત્રો – મોબાઈલ ફોન, વિડિયો ગેમ્સ, ટીવી, ઈન્ટરનેટ પર છોડી દેવામાં આવે છે. સાથે હોવા છતાં ગેરહાજર એવા માતા પિતા કે જે આખા દિવસ દરમ્યાન ઘડિયાળ ના કાંટા ની જેમ કામ કરતા રહે છે અને બાળક કોઈ પણ ઘરેલુ વ્યક્તિ ના સાથ વગર એકલું પડે છે. અમુક નસીબદાર ને ભાઈ બહેન હોય છે ક્રિયા પ્રતિક્રિયા વાતચીત કરવા માટે પરંતુ તમારી હાજરી થી તમે એમની સાથે સમય પસાર કરો તે જ સર્વશ્રેષ્ઠ છે.
એમની સાથે ધ્યાન કરવા બેસો. આ એ વસ્તુ હોય શકે કે જે તમે લોકો સાથે મળી ને કરો અને ગુણવત્તા ભર્યો સમય સાથે વિતાવો. તમે તમારા અનુભવો એમને જનાવો કે કઈ રીતના તમે ધ્યાન ના રસ્તે આવ્યા?? ધ્યાન કરવાની તમને શું ફાયદો અને મદદ થાય છે? તમારો શું સંઘર્ષ હતો? આવું કરવાથી તેઓ ખુલી ને તમારું સાથે વાત કરશે પોતાની લાગણીઓ અને અનુભવો તમને જણાવશે.
-
તમારા બાળક ના મિત્રો ને સામેલ કરો
શરૂઆત માં બાળકો તેમના મિત્રો થી પ્રભાવિત રહેતા હોય છે.તે બધાને આમંત્રણ આપી ભેગા કરો અને એક ઓનલાઇન મેડિટેશન સેશન ગોઠવો. જો તમે એક મૈત્રીપૂર્ણ અને ઉષ્માભર્યું વાતાવરણ નું સર્જન કરી શકો તો તમે તમારા એક બાળક સિવાય પણ ઘના બાળકો ને પ્રેરિત કરશો! પૂજ્ય ગુરુદેવ ના એક સુંદર ઉદાહરણ ને જોવો જેમાં બાળકો ને કઈ રીતના પ્રેરણા આપવી તે પૂજ્ય ગુરુદેવ સમજાવે છે.
ધ્યાન એક અભ્યાસ છે. અને બીજા દરેક પ્રકાર ના અભ્યાસ ની જેમ આમાં ઓન તમે જેટલો વધારે અભ્યાસ કેસો એટલા નિપુણ બનતા જશો ને વધુ વધુ તેનું ફળ મેળવી શકશો.
ધ્યાન ને મનોરંજક અને વિશ્રામ રૂપ બનાવો. એવું કંઈક કામ ના બનાવી દો કે જે તમારા બાળક ને તમને ખુશ રાખવા કામ પૂરું કરવું જ પડે. તેઓ ને ધ્યાન અભ્યાસ કરવા માટે દબાણ ન આપો. તમારી હાજરી અને તમારી ધીરજ તમારા બાળક ને દિલાસો આપશે.
તમે બાળકો માટે ના માર્ગદર્શિત ધ્યાન થી શરૂઆત કરી શકો છો. વિશેષ રૂપે, પૂજ્ય ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર દ્વારા યોગ નિંદ્રા ધ્યાન ગહન રીતે આરામદાયક છે જે બંને બાળકો અને મોટા વડીલો કરી શકે છે. આ ધ્યાન સૂતા સૂતા કરવાનું છે એટ્લે બાળકો અસ્વસ્થ થાય વગર આરામ થી કરવામાં માની જાય છે.
અને એક વાલી તરીકે તમે પોતે પણ શાંત મન માટે થોડી ઘણી શ્વાસ ની પદ્ધતિઓ શીખી લો તો તો સૌથી સારું!
ધ્યાન ની સાથે સાથે યોગાસન અને અમુક શ્વાસોશ્વાસ ની પદ્ધતિઓ શીખવા તમારું બાળક(બાળકો) ઉત્કર્ષ યોગા માં અહીં જોડાઈ શકે છે.
પ્રાજકતિ દેશમુખ, આર્ટ ઓફ લિવિંગ ફેકલ્ટીના ઇનપુટ્સ દ્વારા લખાયેલ
એમને તમારી પાસેથી સાંભળવું ગમશે!















