શું શિવ મનુષ્ય છે?
શિવ એ એક સિદ્ધાંત છે, એક ઊર્જા ક્ષેત્ર છે, એક ચેતના છે જે સમગ્ર બ્રહ્માંડમાં પ્રસરે છે. શિવ આ પૃથ્વી પર ચાલનાર વ્યક્તિ ન હતા. શિવ સમય દ્વારા મર્યાદિત ન હોઈ શકે કારણ કે તે કાળનો પણ કાળ મહાકાલ છે.
આપણે શિવ ક્યાં શોધીએ?
અસ્તિત્વના સાત સ્તરો છે શરીર, શ્વાસ, મન, બુદ્ધિ, સ્મૃતિ, અહંકાર અને સ્વ. જેમ જેમ આપણે આ સ્તરોમાં વધુ ઊંડા ઉતરીએ છીએ તેમ તેમ તે વધુ ને વધુ શુદ્ધ થાય છે. સ્વના સ્તરની પેલે પાર બ્રહ્માંડિય બુદ્ધિ રહેલી છે અને બ્રહ્માંડિય બુદ્ધિની પેલે પાર શક્તિ સ્વરૂપમાં અત્યંત સૂક્ષ્મ પ્રકૃતિ રહેલી છે. તેનાથી આગળ શિવ અથવા શિવ તત્વ છે. પાંચ તત્વો જે માનવ શરીર બનાવે છે તે શિવ ચેતનાની સૂક્ષ્મ શક્તિઓની અભિવ્યક્તિ છે પરંતુ સ્થૂળ સ્વરૂપમાં છે.

એક વિશાળતાનો ગાઢ અનુભવ કરવો
શિવ ભાવનામૃત અત્યંત સૂક્ષ્મ છે અને મનુષ્યની બુદ્ધિ અત્યંત સ્થૂળ છે. સ્થૂળ માનવ બુદ્ધિ માટે સૂક્ષ્મને સમજવું અશક્ય છે. સૂક્ષ્મ જ સ્થૂળ પર સત્તા ધરાવે છે. યોગ, ધ્યાન અને સંલગ્ન પ્રથાઓના અભ્યાસીઓનો એકમાત્ર ઉદ્દેશ્ય તે શિવ ચેતનાને પ્રકટ કરવાનો અથવા વિલીન કરવાનો છે. અમારે તેના પર કઈ કહેવું નથી કારણ કે અમે મર્યાદિત બુદ્ધિના માણસો છીએ. આપણે આપણી મર્યાદિત બુદ્ધિ દ્વારા ચેતનાના તે સૂક્ષ્મ ક્ષેત્રમાં પ્રવેશ કરી શકતા નથી. તેથી આપણે તે શક્તિની રાહ જોવી પડશે, તે બુદ્ધિ ચોક્કસ સમયે આપણા પર કૃપા વરસાવશે. શિવરાત્રી એ સમય છે. તે રાત છે જે આપણને આપણી મર્યાદિત ઓળખને ઓગાળીને શિવની વિશાળતામાં ભળી જવાની દુર્લભ તક આપે છે.
જાગતા રહેવું
શિવરાત્રીની રાત્રે ઊર્જા પોતાને સુલભ બનાવે છે પરંતુ જો આપણે સ્થૂળ સ્થિતિમાં હોઈએ તો આપણે આ તક ગુમાવી શકીએ છીએ. તેથી આ રાત્રિની તૈયારીનું મહત્વ છે જેની તમામ ભક્તો રાહ જુએ છે. હળવો ખોરાક લેવો, ધ્યાન કરવું, સેવા કરવી અને દાન કરવું એ બધી એવી રીતો છે જે આપણી ચેતનામાંથી સ્થૂળતાને દૂર કરશે, તેને વધુ ઊંડાણમાં જવા અને શિવ તત્વમાં ડૂબકી લગાવવામાં મદદ કરશે. ઉદાર વિશાળતા કે જેણે આપણા માટે પોતાને પ્રકટ કર્યું છે, તે કદાચ આપણા કેટલાક ભાગને તેની અમર્યાદિતતામાં ઓગાળી શકે છે. આ વિસર્જનને આપણે સમાધિ કહીએ છીએ. જ્યારે પણ આપણે અંદરથી પરમ આનંદ, આનંદ કે પ્રસન્નતાનો અનુભવ કર્યો છે, ત્યારે કંઈક વિસર્જન થયું છે. જ્યાં પણ ઉત્સવ હોય ત્યાં જાણજો કે શિવ સિદ્ધાંત ખીલ્યો છે. તમે કૈલાસને પ્રાપ્ત કર્યું છે – એક એવી જગ્યા જ્યાં માત્ર ઉજવણી જ હોય છે. એનાથી વિપરીત પણ સાચું છે કે જ્યારે તમારામાં શિવ તત્વ પ્રગટે છે, ત્યારે તમારું જીવન એક ઉત્સવ બની જાય છે.
શિવ તાંડવ
એવું પણ માનવામાં આવે છે કે શિવરાત્રિ એ જ શિવે તેમના તમામ વૈભવમાં તાંડવ નૃત્ય કર્યું અને દૈવી જ્ઞાનને માનવ સ્તરે નીચે લાવ્યા જેથી આપણે તેને સરળતાથી સમજી શકીએ.
એક બ્રહ્માંડિય લગ્ન
કેટલાક એવું પણ માને છે કે શિવરાત્રીના દિવસે જ શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા.

તારણહારનું સન્માન
જ્યારે દેવો અને દાનવોએ ક્ષીરસાગર અથવા ‘દૂધના મહાસાગર’નું મંથન કર્યું ત્યારે તેના ઊંડાણમાં પડેલા અમૃત મેળવવા માટે, ઝેરનો એક ઘડો બહાર આવ્યો. ભગવાન શિવે આ ઝેરનું સેવન કર્યું, દેવતાઓ અને માનવજાત બંનેને બચાવ્યા. ભગવાનના ગળામાં ઝેર સમાઈ ગયું અને તેમના ગળાને વાદળી કરી દીધું. શિવરાત્રિ તારણહારનું સન્માન કરી રહી છે.
ગંગાના પ્રકોપને કાબૂમાં રાખવું
ગંગા, આકાશી નદી, સંપૂર્ણ બળ સાથે સ્વર્ગમાંથી ઉતરી, ભગવાન શિવે તેના પ્રવાહને કાબૂ કરી તેને પોતાની જટાઓમાં બાંધી દીધી, અને તેને અનેક પ્રવાહોમાં પૃથ્વી પર મુક્ત કરી.આ રીતે પૃથ્વી પર વિનાશ અટકાવ્યો. આ શુભ રાત્રિએ શિવલિંગને શ્રધ્ધાંજલિ રૂપે સ્નાન કરાવવામાં આવે છે.
તમારી અંગત શિવરાત્રી
શિવરાત્રી ને સમજી શકાય છે. શિવ અને શક્તિ એક સાથે આવે છે – પિતા તરીકે શિવ અને માતા તરીકે શક્તિ. આ બંને દૈવી શક્તિઓ એકસાથે આવવાથી સર્જનનું બીજ વાવે છે. સ્થૂળ સ્તરે, સૂર્ય અને ચંદ્ર દ્વારા સમાન શક્તિઓનું પ્રતિનિધિત્વ કરવામાં આવે છે. જ્યોતિષ (જ્યોતિષશાસ્ત્ર) માં, સૂર્ય પિતા અને ચંદ્ર, માતાનું પ્રતિનિધિત્વ કરે છે. તેમનું ચોક્કસ સંરેખણમાં એકસાથે આવવું એ પૃથ્વી ગ્રહ પર સતત સર્જન થવાનું કારણ છે.
હું થોડો વિષયાંતર કરવા અને તમારી સાથે ખૂબ જ રસપ્રદ માહિતી શેર કરવા માંગુ છું.
પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર = 108 * સૂર્યનો વ્યાસ
બીજા શબ્દોમાં કહીએ તો, આપણે પૃથ્વી અને સૂર્ય વચ્ચે લગભગ 108 સૂર્ય મૂકી શકીએ છીએ.
પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર = 108* ચંદ્રનો વ્યાસ.
લગભગ 108 ચંદ્ર પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સમાશે.
સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર 4.5 મિલિયન વર્ષો પહેલા અસ્તિત્વમાં હતા પરંતુ પૃથ્વી પર જીવન ન હતું. લગભગ એક અબજ વર્ષ પહેલાં જીવાણુઓએ આકાર લેવાનું શરૂ કર્યું. 500 મિલિયન વર્ષો પહેલા પૃથ્વી પર જીવને આકાર લેવાનું શરૂ કર્યું હતું. એવું શું થયું કે જીવ અચાનક દેખાયો?
ચંદ્રમા, સૂર્યની જેમ જ 1080 કંપનશીલ આવર્તનમાં આગળ વધ્યો. તેમનો સર્જનાત્મક ગુણોત્તર 1080 * સૂર્યનો વ્યાસ છે અને તેના કારણે આ પૃથ્વી પર જીવન ખીલ્યું. આ સૂર્ય અને ચંદ્ર દ્વારા સતત થઈ રહ્યું છે.
સૂર્ય તમારા પિતા સાથે અને ચંદ્ર તમારી માતા સાથે કેમ જોડાયેલો છે? સૂર્ય અને ચંદ્ર સતત આ ગ્રહ પર એક પુરુષ અને સ્ત્રીમાં રહેલી શક્તિઓ દ્વારા સર્જન કરી રહ્યા છે અને તમને સર્જક તરફી બનવા તરફ દોરી રહ્યા છે. આ રીતે સૂર્ય અને ચંદ્ર પૃથ્વી ગ્રહ પર કાર્ય કરે છે. આ બધે થાય છે – વનસ્પતિ સામ્રાજ્યથી લઈને પ્રાણીઓથી મનુષ્યો સુધી.
તમારા જન્મ સમયે સૂર્ય અને ચંદ્ર ચોક્કસ સ્થિતિમાં હતા. જ્યારે તે સંરેખણ અનુગામી વર્ષોમાં ફરીથી થાય છે, ત્યારે તે પરંપરાગત ભારતીય કેલેન્ડર અનુસાર તમારો વાસ્તવિક જન્મદિવસ છે. એ દિવસે તમારો તિથિ જન્મદિવસ છે. અમે પણ આને અનુસરીએ છીએ. તે ગ્રેગોરિયન કેલેન્ડર અનુસાર તે દિવસ તમારી જન્મ તારીખ સાથે સુસંગત હોવો જરૂરી નથી. તિથિ જન્મદિવસ એ તમારી વ્યક્તિગત શિવરાત્રી છે. તેથી તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમારી તિથિના જન્મદિવસ પર તમારે ૐ નમઃ શિવાયનો જાપ કરવો જોઈએ.રુદ્રપૂજા કરો અથવા એમાં હાજરી આપો.ધ્યાન રાખો આમ કરવાથી, તમે તમારી ચેતનાને તમારા મૂળ, તમારા સ્રોત બિંદુ સુધી પહોંચાડો છો. તમે તમારી ચેતનાને વિસ્તૃત કરો અને આખા વર્ષ માટે તમારી જાતને રિચાર્જ કરો.
તમારી જન્મ તારીખ મહિનાઓ અને અઠવાડિયા દૂર હોઈ શકે છે, પણ ચાલો મહાશિવરાત્રિની ઉજવણી કરવા માટે તૈયાર થઈએ – જે રાત્રે શિવ તમને પોતાનામાં આકર્ષિત કરવા માટે નૃત્ય કરે છે.











