પીઠનો દુખાવો એ એવી દર્દભરી અવસ્થા છે જેને ઘણા અસહ્ય ના થઈ જાય ત્યાં સુધી ગણકારતા નથી.કદાચ તમે પણ તેને રોજ કામના સ્થળે જતાં ભરચક વાહન વ્યવહારને સ્વીકારી લો છો તેમ તમારા જીવનમાં એક કાયમી અવસ્થા ગણી લીધી છે.પરંતુ હકીકતમાં આમ ના હોવું જોઈએ.પીઠનો દુખાવો જે કારણોથી થતો હોય તેના માટે સરળ અને વ્યવહારિક ઉપાયો કરવા જોઈએ.

પીઠના દુખાવાને સમજીએ: એ કારણો જે તમારે અવગણવા ના જોઈએ

  1. તણાવ,ચિંતા અને હતાશા
  2. લાંબા સમય સુધી બેસી રહેવું
  3. ઓછી ઊંઘ
  4. બેસવાની ખોટી રીત
  5. મનોભાવ અને ઊર્જાનું નીચું સ્તર
  6. ઈજા અથવા હાડકું તૂટવું
  7. પાણી ઓછું થઇ જવું
  8. કરોડરજ્જુની તકલીફોની કૌટુંબિક ઘટનાઓ
  9. અવગણવામાં આવેલી ગંભીર બીમારી
  10. સંધિવા અથવા કરોડરજ્જુની ગાદી ખસી જવી
  11. પરીશ્રમ પડે તેવી કસરતો

ડોક્ટરની મુલાકાત લો: પ્રથમ સોપાન

તમારો પીઠનો દુખાવો મૂત્રાશયમાં પથરી,વા કે કરોડરજ્જુની ગાદી ખસી જવી જેવી પરિસ્થિતિઓનું લક્ષણ હોઈ શકે છે.સમય જતાં સમસ્યા વધે એવું ટાળો અને અચૂક ડોક્ટરને મળો.જો તમારા ડોક્ટર મંજૂરી આપે તો તમારી જીવનશૈલીમાં કેટલીક સ્વાસ્થ્યપ્રદ ટેવો ઉમેરવી જોઈએ.

પીઠના દુખાવામાં રાહત આપતી ૮ અસરકારક રોજીંદી ટેવો

દરરોજ સુદર્શન ક્રિયા કરીને તમારું માનસિક સ્વાસ્થ્ય જાળવો

ભાવનાત્મક દુખ,હતાશા,ચિંતા અને માનસિક તણાવ ટૂંકા સમયનો અને લાંબા સમય માટે– બન્ને પ્રકારનો પીઠનો દુખાવો કરી શકે છે.દરરોજ સુદર્શન ક્રિયાની શ્વસન પ્રક્રિયા અને ધ્યાન કરવા એ તમારા માનસિક સ્વાસ્થ્યને જાળવવા માટેનો અસરકારક માર્ગ છે.અભ્યાસ દર્શાવે છે કે માત્ર બે અઠવાડિયા સુધી સુદર્શન ક્રિયા કરવાથી માનસિક તણાવ ૫૬% સુધી ઓછો થઇ જાય છે.અભ્યાસ એવું પણ દર્શાવે છે કે સુદર્શન ક્રિયા ‘ક્લિનીકલ’ અને ‘નોનક્લિનીકલ’ હતાશા અને ચિંતામાંથી અસરકારક રાહત આપે છે.

યોગ દ્વારા તમારી પીઠને મજબૂત બનાવો

પીઠના સ્નાયુઓને મજબૂત કરવા તથા પીઠના દુખાવાને દૂર કરવા અને થતો અટકાવવા માટે પણ યોગ શ્રેષ્ઠ છે.તમારી રોજીંદી દિનચર્યામાં પીઠના દુખાવા માટેના યોગ અને પીઠના નીચેના ભાગના દુખાવા માટેના યોગાસનોનો સમાવેશ કરો અને જે ફેર પડે છે તે અનુભવો.

હલનચલન

પીઠના દુખાવા માટે હલનચલન એક જરૂરી રક્ષણાત્મક અને ઉપચારાત્મક ઉપાય છે.તમાર ટેબલ પર લાંબા સમય સુધી બેસી રહેવાથી તમારા પીઠના સ્નાયુઓ અને કરોડની ગાદીઓ પર ઘણું દબાણ આવે છે જેનાથી અચૂક પીઠનો દુખાવો થાય છે.નિયમિત સમયાંતરે જગ્યા પરથી ઉઠવું જરૂરી છે.દર અડધા કલાકે ઊભા થઈને પાંચ મીનીટ માટે થોડું ચાલો અથવા અવયવોને ખેંચાણ આપતી કસરત કરો.

તમારી દેહાકૃતિ માટે સભાન બનો

તમે જે રીતે ઊભા રહો છો,બેસો છો અને ચાલો છો તેની તમારી પીઠના સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે.બિનસ્વાસ્થ્યપ્રદ દેહાકૃતિમાં સમાવિષ્ટ છે:

  • ચાલતી વખતે પગ ઢસડવા
  • ઊભા રહેતી વખતે એક પગ પર વધારે વજન મુકવું
  • બેઠા હોઈએ ત્યારે એક પગ પર વધારે વજન મુકવું
  • ઊભા હોઈએ ત્યારે માત્ર એક જ હાથ હલાવવો

જેવા તમે ખોટી દેહાકૃતિ બાબતે સજાગ બનો છો ત્યારે તરત ભૂલ સુધારી શકો છો અને પોતાની જે કુદરતી દેહાકૃતિ છે તે ફરી અપનાવી શકો છો.

કેટલું પાણી પીઓ છો તેના પર ધ્યાન આપો

શરીરમાં પાણી ઓછું થઈ જાય છે ત્યારે કરોડરજ્જુની ગાદીઓ પોતાનું પાણી ગુમાવે છે અને તેને લીધે પીઠનું દર્દ થાય છે.માટે પાણી પીતા રહેવું ખુબ જરૂરી છે.યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય સમયે  પાણી પીવાની ટેવ અપનાવો અને શરીરમાં પાણીનું શોષણ વધારો.

સારી ઊંઘ લો અને તમારી સુવાની દેહાકૃતિ સાચી રાખો

ઊંઘની ગુણવત્તા ઓછી હોય તો તેને લીધે દિવસ દરમ્યાનની દેહાકૃતિ યોગ્ય નથી રહેતી અને પીઠના દુખાવામાં પરિણમે છે.ઉપરાંત,સૂતા હોવ ત્યારની ખોટી દેહાકૃતિ પણ પીઠનો દુખાવો આપે છે.

  • ઊંઘવાની આદર્શ રીત પડખે થઈને ગર્ભસ્થ શિશુની જેમ શરીર વાળીને સૂવું તે છે.
  • ઓશીકાની ઊંચાઈ યોગ્ય રાખો જેથી તમારું માથું અને ખભા બાકીના શરીર સાથે સમતુલનમાં રહે.
  • જો તમારું ઓશીકું બહુ ઊંચું કે નીચું હશે તો તમને પીઠનો દુખાવો થવાની શક્યતા રહે છે.
  • તમારા ઊંઘની ગુણવત્તા સુધારે એવા સૂચનોનો અમલ કરો.

તમારા આહાર પર ધ્યાન આપો

મદ્યપાન,ધુમ્રપાન,કેફેઇન,પ્રોસેસ્ડ ખોરાક અને કૃત્રિમ શર્કરા પીઠના દુખાવામાં વધારો કરે છે. સ્વાસ્થ્યપ્રદ અને સંતુલિત આહાર એ દુખાવો મટાડવા માટે અકસીર છે.

અઠવાડિયામાં બે વાર જાતે માલિશ કરો

રુધિરાભિસરણ વધારવા અને વાત અસંતુલન દૂર કરવા સરસિયાના તેલથી તમારી પીઠ પર અઠવાડિયામાં બે વાર માલિશ કરો.

વધારે મજબૂત પીઠ માટે ધ્યાન કરો

    Wait!

    Don't leave without a smile

    Talk to our experts and learn more about Sudarshan Kriya

    Reverse lifestyle diseases | Reduce stress & anxiety | Raise the ‘prana’ (subtle life force) level to be happy | Boost immunity

     
    *
    *
    *
    *
    *