મારે ક્યારે સૂઈ જવું જોઈએ?
શરીર નો એક ધર્મ છે એક સ્વભાવ છે. જો શરીર ને ઊંઘ જોઈતી હોય તો તેને સરખો આરામ આપવો જોઈએ. પરંતુ શરીર ના આરામ માટે આપણે શું કરીએ છીએ? આપણે ટીવી ચાલુ કરી દઈએ છીએ કોઈ રસપ્રદ ફિલ્મ જોવા માટે. આપણે શરીર ની જરૂરત થી વિરુદ્ધ કરીએ છીએ. શરીર ની અમુક માંગ હોય છે આપણે તેને સાંભળવી જોઈએ.
મારે કેટલી ઊંઘ લેવી જોઈએ?
ઊર્જા ના ચાર સ્ત્રોત છે:
-
આહાર: પહેલા ના જમાનામાં કોઈ રમૂજ કરે તો લોકો ” તમે કેમ આવું વર્તન કરો છો?” એવું પૂછવાને બદલે તેમને પૂછતા ” આજે આમને શું ખવડાવ્યું છે?” ” આજે શું જમી ને આવ્યા છે?” જે મહદ અંશે સાચું પણ છે. ખોરાક એ પ્રથમ ઊર્જા સ્ત્રોત છે.
-
ઊંઘ: કોઈ પણ ભલા માણસ ને જો 2 દિવસ સુધી ઊંઘવા ના દો તો તે સામાન્ય નહિ રહે. તેમના વર્તન માં ધરખમ બદલાવ આપને જોવા મળશે. તેથી નીંદર અને પૂરતો આરામ જરૂરી છે.
-
શ્વાસ: એ ઊર્જા નો ત્રીજો સ્ત્રોત છે. થોડી જ મિનિટો ની શ્વાસોશ્વાસ ની ક્રિયા અને થોડા યોગાસન મન અને શરીર માં શક્તિ નો ભરપુર સંચાર કરે છે, આત્મા ની ઉન્નતિ થાય છે.
-
એક ખુશ મન: એક આરામદાયક મન વધ્રે કેન્દ્રિત અને ખુશનુમાં હોય છે. થોડી જ મિનિટો નું ધ્યાન મન ને શાંત અને ખુશ બનાવે છે.
તમને ઓછા માં ઓછી. 6 થી 8 કલાક ની ઊંઘ લેવી જરૂરી છે. જ્યારે તમારા જીવન માં લક્ષ્ય અને ધગસ છે ત્યારે બીજી કોઈ વસ્તુ એટલી મહત્વ ની નથી હોતી. તમે જાણો છે કે તમને અંદર થી આરામ મળે છે તેમ છતાં થોડી ઊંઘ કરવા આરામ લેવા સમય કાઢવો જોઈએ. નીંદર મહત્વ ની છે.
સુવા માટે કંઈ રીતના તૈયાર થવું?
સામાન્ય રીતે, આપણે જ્યારે સુવા જઈએ ત્યારે એ દરેક વસ્તુ માટે વિચારીએ છીએ કે આપણને મળી નથી, આપણી પાસે નથી. તેવી દરેક બાબતો જેમાં આપણે હારી ગયા હોઈએ. સુવા જતાની થોડી ક્ષણો પહેલા જો તમે ફક્ત તમારી નિષ્ફળતાઓ અને નિરાશાઓ વિશે વિચારો કે પછી કોઈ એ તમને શું કહી દીધું એ જ વિચારશો તો તે તમારા અંતરાત્મા માં બેસી જશે. સૂતાં પહેલા આવું બીજ આપણે વાવી દઈએ છીએ. અને સવારે ઉઠી ને આપણે થાકેલા, હતાશ, નકારત્મક અનુભવ કરી.
પરંતુ જો રાતે તમે સૂતી વખતે તમારું બધું ધ્યાન સારી સકારાત્મક વાતો પર કેન્દ્રિત કરશો કે પછી જીવનની ખુશીની પળો યાદ કરશો કે પછી એક સરસ પ્રાથના કરી ને ઊંઘશો તો સવારે ઉઠીને તમે તાજગી અને ખુશનુમાં ભર્યું અનુભવશો.
આવા પ્રકાર ના વિચારો ને બહાર વહેવા દો. અવકાશ માં તેના બીજ વાવો. ત્યારબાદ તમે શાંતિ થી સૂઈ જાવ. બીજા દિવસ સવારે ખૂબ જ તાજગી ભરી ઊર્જા ની અનુભૂતિ થશે.
આવી ટેવ પાડવાનો એક સભાન પ્રયત્ન કરો. સફળ જીવન જીવવાની આ એક રીત છે. અને તેનું રહસ્ય એ છે કે અવકાશમાં સકારાત્મક બીજ વાવતા રહો. અને તે કઈ રીતના કરશો?શ્વાસોશ્વાસ અને ધ્યાનથી.
ફટાફટ સુઈ જવાના 10 સરળ રસ્તા
-
આ “ફટાફટ” છોડી દો: સૌથી મોટી અડચણ આજ છે હંમેશા ચિંતામાં રહેવું કે મને જલ્દી સૂઈ જવું છે જેના લીધે આપણે વધુ સમય જાગતા રહીએ છીએ.
-
રાત્રે મોડું જમવું: બીજી વસ્તુ છે રાત્રે મોડા જમવું ઉચ્ચ મેટાબોલિક રેટ યોગ્ય પ્રમાણમાં આહાર લેવાથી યોગ્ય સમયે ઊંઘ આવી જાય છે ન તો વધારે ભારે જમવાનું ન તો સાવ હળવું ભોજન.
-
પ્રાણાયામ કરો: થોડી શ્વસન ની પ્રક્રિયા મદદરૂપ રહે છે ખાસ કરીને ઊંડા શ્વાસ લેવાથી થોડું યોગાસન કરવાથી.
-
ધ્યાન: ધ્યાન કરો દિવસમાં શક્ય હોય એટલું વધારે ધ્યાન કરો ધ્યાન શીખવા માટે અહીંયા ક્લિક કરો.
-
ભૂતકાળ અને ભવિષ્ય ને છોડો: ત્રીજું છે ચિંતાઓ. તમે આવતીકાલ માટે વ્યાકૂળ છે અને જૂની ઘટિત ઘટનાઓથી પરેશાન. આવી ભૂતકાળ ની જૂની યાદો અને ભવિષ્ય ની ચિંતા જ અપૂરતી ઊંઘ નું મુળભુત કારણ છે.
-
યોગ નિંદ્રા: જો તમને ઊંઘ ન આવતી હોય તો યોગ નિંદ્રા કરો. માત્ર આડા પડો અને આર્ટ ઓફ લિવિંગની એપ અથવા તો ગુરુદેવ ની ચેનલ યોગ નિંદ્રા ચાલુ કરી દો. તમારું ધ્યાન શરીરનાં દરેક અલગ અલગ અંગ પર લઈ જાવ. આ તમને સૂવામાં ચોક્કસ મદદરૂપ નીવડશે.
-
હળવું સંગીત સાંભળો: સૂતાં પહેલાં ગાયન કે વાદ્ય કોઈપણ પસંદગી નું ધીમું સંગીત સાંભળો. સુઈ જાવ અને તે ધૂન તમારા આખા શરીર માંથી પસાર થઈ રહી હોય તેવું અનુભવો. જાણીતા ગયાનો સાંભળશો તો તમે સાથે સાથે ગાવા લાગશો તેથી તેવું સંગીત પસંદ કરો કે જે તમને સાંભળ્યું ના હોય જે તમને ઊંઘવામાં મદદરૂપ બને.
-
દૂધ પીવો: રાતે સૂતી વખતે થોડું હુંફાળુ કે ઠંડુ દૂધ અમુક લોકો ને સૂવામાં સહયોગ કરે છે.
-
પાવર બંધ: સૂવાના બહુજ પહેલેથી ઘર ના તમામ વિદ્યુત ઉપકરણો ને બંધ કરી દો. સૂવાના ઓછા માં ઓછા એક કલાક પહેલા વપરાશ કરવાનું ટાળો. અને સવારે ઉઠ્યા પછી એક કલાક સુધી ફોન કરફ્યુ રાખો.
-
પરિશ્રમ કરો: એવી વ્યક્તિ કે જે આખો દિવસ કામ કરી ને થાકી ને આવી છે તે મચ્છર હશે તો પણ આરામ થી સૂઈ જશે. થાકેલા વ્યક્તિ મચ્છર શું, ઉંદર ના બટકા થી પણ નઈ ઉઠે. પરંતુ જો તમે દિવસ દરમ્યાન તમારો સમય વેડફશો તો ગમે તેટલો રેશમ નો પલંગ હશે તો પણ તમને ઊંઘ નઇ આવે મચ્છર ના ગુણગુણ થી તમે આખી રાત પડખાં ફરે રાખશો. આ પરિસ્થિત માં ઊંઘ ન આવવાનું કારણ મચ્છર નઇ તમારી આળસ છે. આખો દિવસ પલંગ ઓર બેસી રહો તો રાતે કંઈ રીતના ઊંઘ આવે? જે લોકો અતિશય સુવે છે તેઓ ઊંઘ ની મજા નથી લઈ શકતા અને જે લોકો પોતાની જાત ને આખો દિવસ મહેનત કરી, થકવી ને રાતે સુવે છે ત્યારે તેઓ ને ઊંઘ લેવાનો સંતોષ થાય છે.
તમને વિશ્રામ અને વધુ સારી ઊંઘ લેવા ની રીત વિશે વધુ જાણકારી મેળવવા માટે સાઈન અપ કરો “ ચિંતા મુક્તિ અને ઊંઘ ને લગતી પરેશાનીઓ થી છુટકારો મેળવવાની આર્ટ ઓફ લિવિંગ ની વર્કશોપ”.
ઊંઘ અને ઈચ્છાપૂર્તિ નો લાભ ઉઠાવો
માની લો રાત્રે તમને એક ઈચ્છા થઈ.તમારે ચા, જ્યુસ કે પાણી પીવું છે પણ તમે એવું નથી કરતા અને સુઈ જાવ છો. તો રાત્રે શું થાય છે? તમે કંઈક પી રહ્યા છો તેવા સપના આવે છે અને તમે ઊંડી ઊંઘ નથી લઈ શકતા.
સારી ઊંઘ લેવા માટે તમારે શું કરવું જોઈએ? માનસિક સ્તર પર જતું કરો. આ જ રહસ્ય છે કે જ્યારે તમે છોડી દો છો ત્યારે તમારી ઈચ્છા પૂરતી થઈ જાય છે.
જ્યારે તમે કોઈ ઈચ્છા નો આગ્રહ રાખો છો અને તે ફલીભૂત નથી થતી ત્યારે તમારે શું કરવું જોઈએ? તમારી ઈચ્છા છે તે તમારા પ્રિય ગુરુદેવને અર્પણ કરી દો, એક ઉચ્ચ દેવીક સત્તાને સમર્પણ કરી દો અને વિશ્રામ કરો. જ્યારે તમે આરામ કરો છો માત્ર અને માત્ર ત્યારે જ તમે તમારા કુદરતી સ્વભાવમાં બની રહો છો.











