શરીર માં કોઈ રોગ ન હોવો તેને સ્વાસ્થ્ય કહી ના શકાય.સ્વાસ્થ્ય તો જીવન ની એક ક્રિયાશીલ અભિવ્યક્તિ છે કે તમે કેટલા ખુશહાલ, પ્રેમાળ અને ઉત્સાહી છો.
– ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર
જે પોતાનામાં સ્થિર અને સ્થિત છે તેઓ સ્વસ્થ છે. તંદુરસ્ત વ્યક્તિ ની ઓળખ ખાલી તેના શરીરક બાંધા પરથી નથી હોતી પરંતુ તેનું માનસિક સ્વસ્થ્ય પણ એટલું જ નિર્ણાયક રૂપ હોય છે. કોઈ એવું ક્યારેય પણ ન બોલે કે “હું તંદુરસ્ત છું, પણ મને જીવન માં કોઈ રુચિ નથી”. જીવન માં ઉત્સાહ જ દર્શાવે છે કે તમે કેટલા સ્વસ્થ છો.
રોગ કે બીમારી ના કારણો સામાન્ય રીતે તો મન, શરીર અને વાણી ના સ્તર પર અશુદ્ધિઓ તરીકે નોધવામાં આવે છે. તમારા પોતાના ની જ બોલી/વચન તમારા તેમજ તમારી આસપાસ ના લોકો માટે તકલીફ ઉત્પન્ન કરે છે. અગવડ અને પરેશાની ને પણ એક બીમારી તરીકે ગણવી જોઈએ.
શરીર, મન અને ચેતના એક ત્રીપાઇ ( 3 પાયા વાળુ ટેબલ) જેવું છે. આ ત્રણેય માંથી જો કોઈ એક પણ યોગ્ય રીતના કામ ન આપતું હોય તો જીવન નું સંતુલન ખોરવાય જાય છે અને તેનાથી જ રોગ – બીમારી ખરાબ સ્વાસ્થ્ય બને છે. યોગા (આયુર્વેદ નો એક ભાગ) એક કડી છે જે આ ત્રણેય ઘટકો ( શરીર, મન અને આત્મા) માં સુમેળ રચના ની એક ગોઠવણી કરે છે.
યોગા આપણા જીવનશૈલી નો એક અભિન્ન અંગ છે. યોગા આપણા મન ની સપાટી પરથી દરેક પ્રકાર ની વિશુદ્ધીઓ નો નિકાલ કરે છે અને બધું આપણી ચેતના સાથે જોડે છે. ઉદાહરણ તરીકે, અનિંદ્રા – એ તણાવ, ચિંતા અને હતાશા સાથે સંકળાયેલ છે. તો દવા લેવા ને બદલે તમારે આ મુદ્દા ને સંબોધિત કરવું આવશ્યક છે. આવું કરવાથી તમને તમારા પોતાના મન, શરીર, વિચારો અને લાગણીઓ માટેની ધારણા બહોળી થશે વધુ સ્પષ્ટતા થશે અને તમે તમારી પ્રાણશક્તિ ને સકારાત્મકતા થી માર્ગદર્શિત કરી ને જીવન માં પ્રગતિ કરી શકોશો.
કોઈ પણ વ્યક્તિ જીવન માં સમય ના કોઈ પણ ક્ષણે યોગાભ્યાસ ચાલુ કરી શકે છે. તમે પેહલા ધ્યાન થી શરૂઆત કરી શકો છો કે પછી સીધું પ્રાણાયામ પણ કરી શકો છો કોઈ પ્રકાર ના આસન કર્યા વગર. બસ એક ખાસ ધ્યાન રાખજો કે ખાલી શરિરક ખેંચાવ નઈ કરતા મન ને પણ શરીર સાથે જોડેલું રાખજો. જેટલું સભાનતાથી આસન કરશો એટલો જ એનો પ્રભાવ તમારા શરીર-ચિત્ત પર વધુ પડશે. જેટલો શ્વાસ અને સજગતા નો સમન્વય મજબૂત હશે એટલો જ તમારો અભ્યાસ યોગિક અભ્યાસ બની જશે.
વ્યક્તિ ને સ્વસ્થ રાખવામાં માં ખોરાક નો ફાળો
હિમાલય માં યોગીઓ ખોરાક વિના જીવી શકે છે.તેઓને જમવાની જરૂર જ નથી પડતી કેમકે તેઓ નું શરીર શ્વાસ/પ્રાણ પર ટકેલું છે. પરંતુ આપણ ને ખોરાક ની જરૂર છે અને સાથે સાથે એક પૌષ્ટિક આહાર રચના જાળવી રાખવાની આવશ્યકતા છે.
શું તમને ખબર હતી, તમરી આવતી કાલ આજના ડિનર /રાતના ભોજન થી શરૂ થઈ જાય છે? તમે શું જમો છો, તમે કેટલા વાગે જમો છો. તમે કેટલું ખાધું એની અસર તમારી ઊંઘ, તમરી સવાર અને આખા દિવસ પર પડે છે.
કેહવાની જરૂર નથી, આહાર ની તમારા મન અને શરીર પર ઊંડી અસર હોય છે. વાયુ, કફ અને પિત્ત ( શરીર ની 3 મુખ્ય ઊર્જા) માં અસંતુલન થવાથી મોટેભાગે સ્વાસ્થ્ય ને લગતા પ્રશ્નો ઊભા થાય છે. દાખલા તરીકે, કોઈ વ્યક્તિ ને પિત્ત( અગ્નિ તત્વ) વધારે છે, તો અમુક ખોરાક આરોગવાથી તેમને બેચેની, ઊંઘ ન આવવી અને તણાવ જેવી સમસ્યા ઊભી થઈ જાય છે. તેથી આયુર્વેદિક ડોક્ટર ને કયો ખોરાક લેવો ઉચિત છે તે પૂછી લેવું જરૂરી છે.
સ્વાસ્થ્ય ને લાગતું બીજું જરૂરી પાસું
વિહાર – તમારું રોજીંદુ જીવન તમારી તંદુરસ્તી પર જબરદસ્ત રીતે અસર કરે છે. એક સાધક ને ચોક્કસ ખબર હોવી જ જોઈએ કે તેના જીવન માટે શું યોગ્ય છે.
આપણા શરીર નું તંદુરસ્ત સ્વાસ્થ્ય પ્રત્યે એક વલણ હોય છે. પેહલા તબક્કે આપણી બુદ્ધિ આપણ ને ઈશારો કરે છે કે આપણે જે કરીએ છીએ તે બરાબર નથી. પણ આપણી પાસે દલિલ તૈયાર જ હોય છે કેમકે આપણે લાગણીઓ ને જ અનુરૂપ ચાલતા હોય છીએ. અને જ્યારે બુદ્ધિ હારી જાય છે તમે તમારા મગજ/બુદ્ધિ ના ગુલામ બની જાવ છો ત્યારે શારીરિક સ્તર એ સમસ્યા ઊભી થાય છે. જોત જોતામાં આ એક રચના બની જાય છે.
માથા નો દુખાવો કોઈ બીમારી નથી પરંતુ એક મોટી સમસ્યા નો સંકેત છે પણ આપણે જ્યારે પણ તેને દુખાવો મટાડવાની દવા થી દબાવી દઈ છીએ ત્યારે મુખ્ય કારણ મોટા પાયે ઉપર આવે છે.











