ભસ્ત્રિકા પ્રાણાયામ
જ્યારેજ્યારે આપણે કોઈ પણ શારીરિક કસરત કરીએ છીએ ત્યારે આપણું શરીર વધુ ઓક્સિજનની માંગ કરે છે, જેના કારણે હૃદયને ઝડપથી પંપ કરવા માટે સંકેત આપે છે, અને તેથી પલ્સ વધે છે. પરંતુ શું તમે જાણો છો કે જ્યારે તમે ભસ્ત્રિકા પ્રાણાયામ કરો છો, ત્યારે તમે શરીરને તેની માંગ કર્યા વિના વધુ ઓક્સિજન પંપ કરો છો. ભસ્ત્રિકા પ્રાણાયામ તે પ્રક્રિયા છે જેમાં ઝડપી શ્વાસોચ્છ્વાસ કરવામાં આવે છે જે શરીરને પ્રોત્સાહન આપે છે અને તેથી યોગ્ય રીતે “ઉર્જાની કસરતના શ્વાસો” કહેવાય છે. તેથી, આગામી વખત જ્યારે તમને લાગે કે તમારા શરીરને ઊર્જાની જરૂર છે, ત્યારે ભસ્ત્રિકા પ્રાણાયામ અજમાવો.
અનુસરવાનાં પગલાં

- “વજ્રાસન” અથવા “સુખાસન” (પદ્માસન) માં બેસો.
- (પ્રાણાયામ વજ્રાસનમાં વધુ અસરકારક થઈ શકે છે કારણ કે તમારી કરોડરજ્જુ સીધી રહે છે અને ડાયફ્રામાંટિક ચળવળ વધુ સારી થાય છે.)
- મુઠ્ઠી વાળો અને કોણીઓને વાળો, તેમને તમારા ખભા નજીક રાખો.
- ઊંડો શ્વાસ લો, તમારા હાથોને સીધા ઉપર ઉઠાવો અને તમારી મુઠ્ઠીઓ ખોલો.
- થોડો જોરથી શ્વાસ છોડો, તમારી કોણીઓને તમારા ખભા પાસે નીચે લાવો અને તમારી મુઠ્ઠીઓ બંધ કરો.
- 20 શ્વાસો લો.
- જાંઘ પર તમારી હથેળી મૂકી આરામ કરો.
- થોડી સામાન્ય શ્વાસો લો.
- બે વધુ રાઉન્ડ માટે ચાલુ રાખો.

ભસ્ત્રિકા પ્રાણાયામ વિડિયો
ભસ્ત્રિકા પ્રાણાયામના ફાયદા
- શરીર અને મનને ઊર્જાવાન બનાવવા માટે ઉત્તમ.
- કારણ કે આપણે આ કરતી વખતે આપણા ફેફસાની ક્ષમતાનો વધારે ઉપયોગ કરીએ છીએ, આ પ્રાણાયામ ઝેરી પદાર્થો અને અશુદ્ધિઓ દૂર કરવામાં મદદ કરે છે.
- આ સાયનસ, બ્રોનકાઈટિસ અને અન્ય શ્વસનની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.
- જ્ઞાન પ્રત્યે સજકતા/જાગૃકતા, સંવેદનના ગાઢ શક્તિ/સંવેદનાની સમજશક્તિમાં સદ્ધયતા.
- દોષોનું સંતુલન કરવામાં મદદ કરે છે.
નિષેદનો/સાવચેતીઓ
- ખાતરી કરો કે તમે તે ખાલી પેટે કરો છો.
- ગર્ભવતી મહિલાઓએ તે ટાળવું જોઈએ.
- તમારી પોતાની ગતિએ કરો. જો તમને ચક્કર આવે, તો આરામનો સમય વધારો.
- જો તમે ઉચ્ચ રક્તચાપ અને ગભરાટના વિકારથી પીડિત થાઓ છો, તો તે શિક્ષકની દેખરેખ હેઠળ કરો.
મિકી સિંઘ, ફેકલ્ટી, યોગ, ધ આર્ટ ઓફ લિવિંગના ઇનપુટ્સના આધારે.













