ધ્યાન
ધ્યાન એટલે ગહન વિશ્રામ!
ધ્યાન શું છે?
ધ્યાન એટલે સજગતા સાથે ઊંડો આરામ કરવાનો માર્ગ! આપણા મનને શાંત કરીને આપણી અંદરની આનંદની અવસ્થા સાથે જોડાવાનું કૌશલ્ય. ધ્યાન એટલે બધાં જ પ્રયત્ન છોડી ને, કશું જ નહીં કરવાની નાજુક કળા, જેના દ્વારા આપણે પ્રેમ, આનંદ અને શાંતિ સ્વરૂપ આપણા આત્મસ્વભવમાં વિશ્રામ કરીએ. ધ્યાનનો નિયમિત અભ્યાસ આપણને ખૂબ ઊંડો વિશ્રામ આપે છે. વર્તમાન સમયમાં, તણાવ ઓછો કરીને મનની સ્વસ્થતા જાળવવી એ ખૂબ આવશ્યક છે.
ધ્યાન એ ધ્વનિથી મૌન,હલનચલનથી સ્થિરતા તરફની યાત્રા છે.ધ્યાન એ આત્મા માટે ખોરાક છે.
- ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકરજી
ધ્યાનના ફાયદા
ધ્યાનના અનેક ફાયદા છે - શાંત મન,એકાગ્ર ચિત્ત,મનને કેન્દ્રિત કરવાની ક્ષમતા,માનસિક સ્પષ્ટતા, ભાવનાત્મક સંતુલન,વાતચીત કરવાની કળામાં નિપૂણતા,નવા કૌશલ્યો અને ક્ષમતાઓનો અવિર્ભાવ,સ્વાસ્થ્યનું પુનઃસ્થાપન,વિશ્રામ,કાયાકલ્પ,અને સારા ભાગ્યને આકર્ષવાની ક્ષમતા પણ!
જૈવિક ઊર્જામાં વૃધ્ધિ
ધ્યાન આપણી આસપાસ સકારાત્મક અને સંવાદિત ઊર્જા ઉત્પન્ન કરે છે.
સ્વાસ્થ્યમાં વૃધ્ધિ
ધ્યાન ઊંચા રક્તચાપ,મધુપ્રમેહ,હ્રદયની સમસ્યાઓ,ત્વચાની સમસ્યાઓ, ચેતાતંત્રની સમસ્યાઓ અને અન્ય અનેક સમસ્યાઓમાં સહાયરૂપ છે.
ઉન્નત મનોભાવ
ધ્યાન મનોભાવને ખુશ રાખવામાં સહાય કરી શકે છે.તે અનેક શારીરિક અને માનસિક વ્યાધિઓને અટકાવવામાં મોટો ભાગ ભજવે છે.
શિખાઉ (પ્રારંભ કરનારાઓ) માટે ધ્યાન
ધ્યાન કરવું એ શ્વાસોચ્છવાસ જેટલું સહેલું છે.તેને માટે તમારે પર્વતો પર જઈને પોતાને અલાયદા કરી દેવાની જરૂર નથી.તે એક ક્રિયાશીલ પ્રક્રિયા છે જેને તમારા રોજિંદા જીવનમાં સહેલાઈથી અપનાવી શકો છો.ધ્યાનના અનેકવિધ પ્રકારોમાંથી તમે કોઈ પણ પસંદ કરી શકો છો-તે બધા તમને અનાયાસે વર્તમાન ક્ષણમાં રહેવામાં સહાય કરે છે.
હકીકતમાં ઘણા લોકોનો પહેલી જ વખત ધ્યાન કરવાનો અનુભવ એટલો અદ્ભુત રહ્યો હોય છે કે તેઓને તેને શબ્દોમાં વ્યક્ત કરવાનું અઘરું લાગે છે. તમે ધ્યાન કરવાનું શીખીને જેમ જેમ તેને નિયમિત રીતે,દિવસમાં એક કે આદર્શ રીતે બે વાર, કરો છો તો તમે આંતરિક અને બાહ્ય બન્ને રીતનું પરિવર્તન અનુભવી શકો છો.આ પરિવર્તન એટલી હદે હોઈ શકે છે કે તમારી આસપાસના લોકો પણ તમે જે ઉત્તમ ઊર્જામાં હોવ છો તેની નોંધ લે છે.માટે,દરેક વ્યક્તિએ તનાવમુક્ત અને સુખી જીવન માટે દરરોજ થોડી મીનીટો માટે ધ્યાન કરવું જોઈએ.
सुदर्शन क्रियाTM के बारे में विज्ञान क्या कहता है?
विश्व भर में 100 से अधिक स्वतंत्र अध्ययन के परिणाम स्वरूप सहकर्मी समीक्षा पत्रिका में प्रकाशित आंकड़े दर्शाते हैं कि
▴ 33%
6 सप्ताह में वृद्धि
रोग प्रतिरोधक क्षमता
▾ 57%
6 सप्ताह में कमी
तनाव हार्मोन
▴ 21%
1 सप्ताह में वृद्धि
जीवन में संतुष्टि
આ શાબ્દિક રીતે શરીર અને મન માટે વાર્ષિક જાળવણી કાર્યક્રમ (AMP) છે. સંપૂર્ણ આરામ મેળવવા અને હળવાશ અનુભવવા માટે આ કાર્યક્રમ શ્રેષ્ઠ વેકેશન છે.
સુલક્ષણા ડી
કાઉન્સેલર
AMP પછી, મેં મારા વર્તન અને ક્રિયામાં સંપૂર્ણ પરિવર્તન જોયું. મેં મારી બુદ્ધિ અને લાગણીઓ પર સંતુલન મેળવ્યું છે. એકંદરે, આ વર્કશોપે મને એક સારી વ્યક્તિ બનાવી છે.
શ્રેયોશી સુર
ઇલેક્ટ્રિકલ પાવર સિસ્ટમ ડિઝાઇનર, નવી દિલ્હી
આ અભ્યાસક્રમ તબીબી અને પેરા-મેડિકલ અભ્યાસક્રમનો એક ભાગ હોવો જોઈએ જેથી કરીને આપણે સમાજમાં વધુ અસરકારક રીતે યોગદાન આપી શકીએ.
ડૉ.સૌમ્યા રાવ
માર્ગદર્શિત ધ્યાન
મારે આ કોર્સ કરવો છે પણ...
મારું મન સર્વત્ર ભટકે છે. ધ્યાન કેવી રીતે કરવું?
ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર: - એક લાકડી લો અને તમારા મનનો પીછો કરો. તે ક્યાં જાય છે તે જુઓ. પીછો કરતા રહો અને તમે જોશો કે તમારું મન એટલું થાકી જશે કે તે આવીને તમને દંડવત પ્રણામ કરશે. એટલે કે મનમાં જે વિચારો આવતા હોય એના પર ધ્યાન લઈ જાવ, વિચારો પર જ ધ્યાન કેન્દ્રિત કરતા રહેવાથી મન થાકીને વિચારરહિત અવસ્થામાં પહોંચે છે. મહર્ષિ પતંજલિ કહે છે કે દરેક વસ્તુ પર ધ્યાન કરો, જુદા જુદા તત્ત્વોનું ધ્યાન કરો, એવા ઋષિઓનું ધ્યાન કરો, જેઓ માયારહિત છે. જ્યારે આપણે માયારહિત ઋષિઓનું ધ્યાન કરીએ છીએ, ત્યારે આપણે પણ ઊંડા ધ્યાન માં સરી જઈએ છીએ. આપણે જ્યારે સત્સંગ કરીએ ત્યારે પણ ધ્યાન માં સરી જઈએ છીએ. પરંતુ જો આપણે સત્સંગમાં પૂરા મનથી ન જોડાઈએ, તો પછી આપણે આજુબાજુ જોઈએ, છત તરફ જોયા કરીએ છીએ. આપણે સત્સંગમા હૃદયપૂર્વક, ભાવપૂર્વક જોડાવું જોઈએ. અને એ માટે તમારે જાતે જ રસ લેવો પડશે. સત્સંગમાં અમૃતરસ પહેલેથી જ છે, જે પોતે રસ લે છે, તેમને હું કહું છું કે તમારે હવે બીજું કંઈ પણ કરવાની જરૂર નથી, આ જ્યોતિ તમારા માટે જ પ્રજ્વલિત છે, અને તમારે તેને પ્રગટાવવાની કોઈ જ જરૂર નથી. આપણે જ્યારે ગંગામાં ડૂબકી મારતા હોઇએ ત્યારે નળ કે સ્નાન કરવાની શી જરૂર છે?બસ, સહજ બની રહો, સરળ બની રહો, ત્યારે એટલું યાદ રાખવું કે આ ક્ષણે "હું કોઈ નથી" અને "મારે કંઈ જોઈતું નથી." પણ જોજો પાછા, એમ સતત વિચારવાનું પણ નથી, એ પણ એક માયા છે. તેથી જ આદિ શંકરાચાર્ય કહે છે કે હું કંઇ જ નથી, "હું શૂન્ય છું" એવું વિચારતાં રહેવું તે પણ મૂર્ખતા છે.

















