સેતુ બંધાસન શું છે?
સેતુ બંધાસન, અથવા બ્રિજ પોઝ, એક શિખાઉ માણસ માટે અનુકૂળ યોગ આસન છે જે પીઠને મજબૂત બનાવે છે, મનને શાંત કરે છે અને પાચનમાં સુધારો કરે છે. પુલ જેવા આકાર પરથી તેનું નામ આપવામાં આવ્યું છે, તે ખાસ કરીને તણાવ અને કમરના દુખાવાને ઘટાડવા માટે મદદરૂપ છે. જો કે, ગરદન અથવા પીઠની ઇજાઓ ધરાવતા લોકોએ તેને ટાળવું જોઈએ.

સેતુબંધ આસન કેવી રીતે કરવું
- સૌ પ્રથમ પોતાની પીઠ પર સૂઈ જાવ.
- પોતાના ઢીંચણ વાળીને એવી રીતે જમીન પર મૂકો કે જેથી પગના પંજા અને નિતંબ વચ્ચે ૧૦-૧૨ ઈંચનું અંતર રહે.તમારા ઢીંચણ અને ઘૂંટી સીધી લીટીમાં હોવા જોઈએ.
- બન્ને હાથ શરીરની બાજુમાં રાખો, હથેળીઓ નીચેની તરફ ખુલ્લી રાખો.
- શ્વાસ લેતાં ધીરેથી પીઠના નીચેના ભાગ, મધ્ય અને ઉપરના ભાગને જમીનથી ઉપર ઉઠાવો, હળવેથી ખભા થોડા નીચેની તરફ લાવો ;દાઢી નીચેની તરફ લાવ્યા વગર છાતી દાઢીને અડકાવો.તમારું વજન ખભા,હાથ અને પગના પંજા પર રહેશે. આસન દરમ્યાન તમારા નિતંબ ચુસ્તીથી ઉપર તરફ ઊઠેલા અનુભવો.બન્ને સાથળ એકબીજાને તથા જમીનને સમાંતર રહેશે.
- જો ઈચ્છો તો તમે હથેળીની આંગળીઓ એકબીજામાં પરોવી શકો છો અને હાથને જમીન પર આગળ લઈને પીઠનો ઉપરનો ભાગ થોડો વધુ ઉપર ઉઠાવો અથવા તમે હથેળીઓથી તમારી પીઠને ટેકો આપી શકો છો.
- આરામથી શ્વાસોચ્છવાસ ચાલુ રાખો.
- એક કે બે મીનીટ સુધી આસનની અવસ્થા જાળવી રાખો અને શ્વાસ છોડતાં હળવેથી આસનમાંથી બહાર આવો.
સેતુબંધ આસન વિડિઓ
સેતુબંધ આસન ના ફાયદા
- પીઠના સ્નાયુઓને મજબૂત બનાવે છે અને કમરના દુખાવાને ઘટાડે છે
- થાકેલી પીઠને તાત્કાલિક રાહત આપે છે
- છાતી, ગરદન અને કરોડરજ્જુને સારૂ એવું ખેંચાણ આપે છે
- મગજને શાંત કરે છે, તણાવ, ચિંતા અને હતાશા ઘટાડે છે
- ફેફસાં ખોલે છે અને થાઇરોઇડની સમસ્યાઓ ઘટાડે છે
- પાચન સુધારવામાં મદદ કરે છે
- મેનોપોઝ અને માસિક ધર્મના દુખાવાના લક્ષણોમાં રાહત આપવામાં મદદ કરે છે
- અસ્થમા, હાઈ બ્લડ પ્રેશર, ઓસ્ટીયોપોરોસિસ અને સાઇનસાઇટિસમાં મદદરૂપ
નિરોધક
- જો તમને ગરદન અને પીઠની ઇજાઓ હોય તો આ આસન કરવાનું ટાળો.











